ETV Bharat / state

પાટણમાં તાજીયાનું જુલુસ નીકળ્યું, સર્જાયું કોમી એકતાનો માહોલ - કોમી એકતાનું પ્રર્તીક

પાટણમાં આજે મંગળવારે મોહરમની (Muharram Festival 2022) ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન, જુલુસ પણ કાઢવામાં આવ્યું (Tajiya On Muharram 2022) હતું. જેમાં કોમી એકતાનું પણ પ્રર્તીક જોવા મળ્યું હતું. આ દરમિયાન, 10 તાજીયા શરીફ, 50થી વધુ ઘોડાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

પાટણમાં તાજીયાનું જુલુસ નીકળ્યું
પાટણમાં તાજીયાનું જુલુસ નીકળ્યું
author img

By

Published : Aug 9, 2022, 9:05 PM IST

પાટણ : શહેરમાં આજે મોહરમની (Muharram Festival 2022) ઉજવણી દરમિયાન કોમી એકતાના વાતાવરણમાં તાજીયા શરીફ ઘોડા અને પંજા મુબારકના જુલુસ નીકળ્યા હતા. પાટણ શહેરમાં 10 તાજીયા અને મન્નત સહિતના 50 થી વધુ ઘોડા સાથેનું જુલુસ વરસાદ વચ્ચે હજારો અકિતમંદોની હાજરીમાં પરંપરાગત રૂટ ઉપર કાઢવામાં (Tajiya On Muharram 2022) આવ્યું હતું.

આ પણ વાંચો : તાજીયા પર તિરંગો : લાઇટિંગ સાથે પ્રદર્શિત કરવામાં આવતા ધર્મ સાથે દેશભક્તિ છવાઈ

તાજીયાનું વહીવટી તંત્ર દ્વારા સ્વાગત : ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમ્મદ મુસ્તફાના નવાસા અને હઝરત મૌલા અલીના પુત્ર હજરત ઈમામ હુસેને માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્ય કાજે કરબલાના મેદાનમાં પરિવાર અને 72,જાનિસાર સાથીઓ સાથે અરબ કબીલાના ખલીફા યજીદ સાથે સમાધાન કરવાને બદલે શહીદી વહોરી હતી. જેની યાદમાં મંગળવારે વ્યમે અસુરા નિમિત્તે પાટણ શહેરના ઈકબાલ ચોક, બોકરવાડો, ટાંકવાડા ,કાલી બજાર ,કાજીવાડો, મુલ્લાવાડ સહિતના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી આ જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં, 10 તાજીયા શરીફ, 50થી વધુ ઘોડાઓ સાથેનું ભવ્ય જુલુસ યા હુસેન યા હુસેનના નારાઓ સાથે પરંપરાગત રૂટ ઉપર વરસાદ વચ્ચે નીકળ્યું હતું. કંસાડા દરવાજા ખાતે ગાયકવાડી શાસનના હુસેની ટ્રસ્ટ સંચાલિત સરકારી તાજીયાનું વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં (communal unity In Patan) હતું.

આ પણ વાંચો : LIVE VIDEO : તાજીયા જુલૂસમાં વીજ-કરંટ, બેના મોત

યુવાનોએ તલવારબાજી સાથે કરતબો કર્યા : તાજીયા જુલુસમા ઈકબાલ ચોક અને કાજીવાડા સહિત વિવિધ મહિલાઓના અખાડિયા યુવાનોએ તલવારબાજી,ખંજર,પટ્ટા, લાઠીદાવ સહિતના હેરત અંગેજના કર્તાબો કર્યા હતા. ઈમાન હુસેનની યાદમાં ડીજે ઉપર બજાવાતી મનકબતોએ વાતાવરણને હુસેની રંગમાં રંગ્યું હતું. જુલુસના માર્ગો ઉપર ઠેર ઠેર શરબત, કોલ્ડ્રીંક્સ અને પાણીની છબીલો બનાવી ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા રસ્તા ઉપર પુષ્પો વેરવામાં આવ્યા હતા. આમ, પાટણમાં કોમી એકતા સાથે તાજીયા જુલુસ નીકળ્યું (Tajiya At Patan) હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.