- પાટણ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ
- વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આપી પરીક્ષા
- કુલપતિએ ઊંઝા અને સાબરકાંઠાના પરીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત
- વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આપી સૂચનાઓ
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીની સેમ-5 ની ઓફ લાઈન પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા આપી હતી. તો યુનિવર્સિટીના કુલપતિએ ઊંઝા તેમજ સાબરકાંઠાના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઇ પરીક્ષાર્થીઓને આપવામાં આવતી સુવિધાની ચકાસણી કરી હતી.
વિવીધ ફેકલ્ટીની સેમ-5ની પરીક્ષાનો પ્રારંભ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવાદાસ્પદ પરિપત્ર રદ કર્યા બાદ ઓફલાઈન પરીક્ષા લેવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને સોમવારથી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં બી.કોમ, બી.એસ.સી, બી. બી. એ, બી. સી. એ, બી .બી .એ સહિતની વિવીધ ફેકલ્ટીની સેમ-5ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે જે.એમ.પટેલ આર્ટસ અને એમ. એન. પટેલ કોમર્સ મહિલા કોલેજ ઉંઝા અને સાબરકાંઠાના તલોદ કેન્દ્રની યુનિવર્સિટીના કુલપતિ ડો.જે જે વોરાએ મુલાકાત લીધી હતી અને પરીક્ષાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની ચકાસણી કરી હતી. પરીક્ષાર્થીને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે દિશાનિર્દેશ આપ્યાં હતા.
12387 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
પરીક્ષામાં કોરોના મહામારીને ધ્યાને લઈ સામાજીક અંતર તેમજ માસ્ક પણ ફરજીયાત પરીક્ષાર્થી પહેરે તે માટે કાળજી રખાઈ હતી. આ પરીક્ષામાં 12387 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી છે. 377 વિદ્યાર્થિઓએ ગેરહાજર રહ્યાં હતા. તો 165 પરીક્ષાર્થીઓએ સેન્ટર બદલીનો લાભ લીધો હતો.