- પાટણને સ્વચ્છ (Clean Patan) રાખવા પત્રકારો અને પોલીસકર્મીઓએ શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન (Swachchhata Abhiyan)
- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન કરાયું શરૂ
- પોલીસ વિભાગ (Police Department) અને માહિતી વિભાગના (Information Department) સંયુક્ત ઉપક્રમે યોજાયો સ્વચ્છતા કાર્યક્રમ
- બગવાડા દરવાજાથી સુભાષ ચોક સહિતના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો કરાયો એકત્ર
- જિલ્લા પોલીસ વડા (SP) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
પાટણઃ જિલ્લામાં પોલીસ વિભાગ (Police Department) અને માહિતી વિભાગના (Information Department) સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન (Swachchhata Abhiyan) શરૂ કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ અને પત્રકારોએ જિલ્લાને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ કર્મચારીઓ અને પત્રકારોએ ભેગા મળીને બગવાડા દરવાજાથી સુભાષ ચોક સહિતના વિસ્તારમાં સાફસફાઈ કરી પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો હતો.
આ પણ વાંચો- પાટણમાં ક્લીન ઇન્ડિયા અંતર્ગત પ્લાસ્ટિક કચરો એકત્ર કરાયો
ઉચ્ચ અધિકારીઓએ ઝાડું વડે રસ્તાની સફાઈ કરી
જિલ્લો સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બને તેવા સંકલ્પ સાથે સ્વચ્છ ભારત (Swachchhata Bharat Abhiyan) અભિયાન અંતર્ગત પાટણના બગવાડા દરવાજા પોલીસ ચોકીથી સવારે પ્લાસ્ટિક એકત્રિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તથા નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ આ કાર્યક્રમને લીલી ઝંડી આપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ, પત્રકારો અને પોલીસ કર્મચારીઓએ જાહેર રસ્તા પર ઝાડું વડે સફાઈ કરી વેસ્ટ પ્લાસ્ટિકના કચરાને એકઠો કરી પાટણને પ્લાસ્ટિકમુક્ત બનાવવા લોકોને સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો- "સ્વચ્છ ભારત"કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો
સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરાયો
બગવાડા દરવાજામાં મહાત્મા ગાંધીની છબી ઉપર સુતરની આંટી અર્પણ કરી આ અભિયાન શરૂ કરાયું હતું. ત્યારે આ અભિયાનમાં પાટણ પોલીસ વિભાગના કર્મચારીઓ તથા વિવિધ માધ્યમો સાથે સંકળાયેલા પત્રકારો દ્વારા બગવાડાથી સુભાષ ચોક પાસેના સ્લમ વિસ્તારો સહિતના સ્થળેથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.