- પાટણ યુનિવર્સિટી કૌભાંડ મામલે મુખ્યપ્રધાનનું મોટું નિવેદન
- મુખ્યપ્રધાન રૂપાણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુણ સુધારણા કૌભાંડને લઇ જોવા મળ્યા લાલઘૂમ
- કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના પ્રથમ વર્ષમાં ગુણ સુધારણા કૌભાંડ મામલે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન કર્યું છે. વડાવલી ખાતેના જળ અભિયાન શુભારંભ કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલવાની ઘટના સામે આવી છે. રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતા લીધી છે અને પંકજકુમાર જેવા સિનિયર અધિકારીને તાત્કાલિક તપાસ કરી તેનો રિપોર્ટ આપવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે ACS પંકજકુમાર કરશે તપાસ
સરકાર કોઈને છોડશે નહી
આ કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. યુનિવર્સિટીના ચાન્સેલર હોય, સેનેટ મેમ્બર હોય, કોઇપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી વ્યક્તિ હોય કે પછી કર્મચારી કે અધિકારી હોય તપાસમાં જે કોઈએ ગડબડ કરી હશે તેને સરકાર છોડશે નહી.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ