- કલ્યાણપુરા ગામ નજીક ખેત મજૂરો પર કાર ફરી વળી
- અકસ્માતમાં ત્રણેય યુવાનોના મોત
- યુવાનોના મોતથી ગામમા શોકનો માહોલ
પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ નજીક સવારે ખેતર પાસે 3 યુવકો જઈ રહ્યા હતા ત્યારે તેમને પાછળથી કાર ચાલકે અડફેટે લેતા ત્રણેય યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા અને તેઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાને પગલે ગામલોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
![3 youths killed in accident in Radhanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/screenshot_2020-11-14-15-55-25-430_commiuivideoplayer1605349868996-72_1411email_1605349880_868.jpg)
કારચાલકની બેદરકારીથી 3 યુવાનોના મોત
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ત્રણ યુવકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કચ્છ તરફથી આવી રહેલી કારના ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવી રોડની સાઈડમાં ખેતરમાં કામ કરી રહેલા ત્રણ યુવકને અડફેટે લીધા હતા. આ યુવાનોને ગંભીર રીતે ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. તહેવારોના દિવસમાંં ગામના ત્રણ યુવકોના મોત થતા ગ્રામજનોમાં શોક છવાયો છે.
![3 youths killed in accident in Radhanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/screenshot_2020-11-14-15-55-04-385_commiuivideoplayer1605349869007-14_1411email_1605349880_122.jpg)
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહનું પંચનામું કર્યુ હતુ. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
![3 youths killed in accident in Radhanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/screenshot_2020-11-14-15-56-00-561_commiuivideoplayer1605349869010-80_1411email_1605349880_881.jpg)