ETV Bharat / state

પાટણમાં ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે કરાઈ હત્યા, બહેનની ધડપકડ

પાટણઃ શહેરના એક પરિવારની દીકરી જ તેના સગા ભાઈ અને 14 માસની ભત્રીજીની હત્યારી બની ગઈ છે. ઘરમાં સામાજિક અસંતોષ અને નારાજગીના કારણે યુવતીએ એક પછી એક ઘરના બે સભ્યોને ધીમું ઝેર આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં હત્યારી બહેનને પોલીસે હિરાસતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 6, 2019, 5:08 PM IST

પાટણના કલાણા ગામના વતની અને અમદવાદ ખાતે રહેતા નરેન્દ્ર પટેલની દીકરી અને ડોક્ટરનો વ્યવસાય કરતી કિન્નરીએ પોતાના જ ઘરના સભ્યો સામે નારાજગને લઈ પરિવારના સભ્યોના જીવની દુશ્મન બની ગઈ હતી. તેણે પોતાના જ ભાઈ જીગર અને 14 માસની જીગરની દીકરી મહીને એક જ મહિનાના ગાળામાં ધીમું ઝેર આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આરોપી કિન્નરીએ ધતુરાના બીજ અને ઝેરી દવા પાણીમાં ભેળવી ભાઈ અને ભત્રીજીનો જીવ લઈ લીધો હતો. જો કે કિન્નરીની કાળી કરતુત તેના પિતાને થતા તેઓએ તેમની દીકરી વિરૂદ્ધ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાઈ ગયો અને આરોપી યુવતીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાઇ અને ભત્રીજીની ઠંડા કલેજે કરાઇ હત્યા

કિન્નરીએ આવું કેમ કર્યું? , શા માટે માસુમ 14 માસની પોતાનીજ ભત્રીજીને અને સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા શું હજુ પણ કિન્નરીના નિશાન પર વધુ એક પરિવારનું સભ્ય હતું ? તેનું ઠોસ કારણ જાણવા હાલ તો પાટણ પોલીસે કિન્નરીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ 14 માસની બાળકીનો મૃતદેહ તેની અંતિમ ક્રિયા કરેલ સ્મશાનની જગ્યાએથી પોલીસે બહાર કાઢી પોસ્ટમોટમ અર્થે મોકલી દીધો છે. તો પોલીસ હિરાસતમાં રહેલ કિન્નરીએ પણ પોતાનો ગુનો પોલીસ સમક્ષ કબુલ કર્યો છે. જો કે આ ઘટનાને માત્ર નારાજગીના લીધે જ અંજામ આપવામાં આવ્યો છે કે, પછી બીજો પણ કોઈ ભેદ છે તેતો પોલીસ તપાસ બાદ જ માલુમ પડી શકે તેમ છે.

RJ_GJ_PTN_6_MAY_01_KATIL DIKARI
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - પાટણ ના એક પરિવાર ની દીકરી જ તેના સગા ભાઈ અને ૧૪ માસ ની ભત્રીજી ની હત્યારી બની ગઈ ...ઘર માં સામાજિક અસંતોષ અને નારાજગી ના કારણે યુવતી એ એક પછી એક ઘર ના બે સભ્યો ને ધીમું ઝેર આપી ઠંડા કલેજે મોત ને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છ્હે હાલ માં હત્યારી બહેન ને પોલીસે હિરાસત માં લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે 

વી.ઓ - ૧ મૂળ પાટણ ના કલાણા ગામ ના વતની અને અમદવાદ ખાતે રહેતા નરેન્દ્ર ભાઈ પટેલ ની દીકરી અને ડોક્ટર નો વ્યવસાય કરતી કિન્નરી એ પોતાના જ ઘર ના સભ્યો સામે નારાજગી ને લઈ પરિવાર ના સભ્યો ના જીવ ની દુશ્મન બની ગઈ તેણે પોતાના જ ભાઈ જીગર અને ૧૪ માસ ની જીગર ની દીકરી મહી ને એક જ મહિના ના ગાળા માં ધીમું ઝેર આપી મોત ને ઘાટ ઉતારી દીધા આરોપી કિન્નરી એ ધતુરા ના બીજ અને ઝેરી દવા પાણી માં ભેળવી ભાઈ અને ભત્રીજી નો જીવ લઈ લીધો જો કે કિન્નરી ની કાળી કરતુત તેના પિતા ને થતા તેઓએ તેમની દીકરી વિરુદ્ધ પોલીસ ને જાણ કરતા સમગ્ર ઘટના પર થી પરદો ઉચકાઈ ગયો અને આરોપી યુવતી ને પોલીસે ઝડપી લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે 

બાઈટ - ૧ સી.એસ સોલંકી ,ડી.વાય.એસ.પી 

વી.ઓ -  ૨ કિન્નરી એ આવું કેમ કર્યું ...શા માટે માસુમ ૧૪ માસ ની પોતાનીજ ભત્રીજી ને અને સગા ભાઈ ને મોત ને ઘાટ ઉતારી દીધા શું હજુ પણ કિન્નરી ના નિશાન  પર વધુ એક પરિવાર નું સભ્ય હતું  તેનું ઠોસ કારણ જાણવા હાલ તો પાટણ પોલીસે કિન્નરી ના રિમાન્ડ મેળવવા ની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ ૧૪ માસ ની બાળકી નો  મૃતદેહ તેની અંતિમ ક્રિયા કરેલ સ્મશાન ની જગ્યા એ  થી પોલીસે બહાર કાઢી પી.એમ અર્થે મોકલી દીધો છે તો પોલીસ હિરાસત માં રહેલ કિન્નરીએ પણ પોતાનો ગુનો પોલીસ સમક્ષ કબુલ કર્યો છે જો કે આ ઘટના ને માત્ર નારાજગી ના લીધે જ અંજામ આપવા માં આવ્યો છે  કે પછી બીજો પણ કોઈ ભેદ છે તેતો પોલીસ તપાસ બાદ જ માલુમ પડી શકે તેમ છે 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.