પાટણ- વગર ડિગ્રીએ ડોક્ટર બની (Bogus Doctor in Patan)બેસી લોકોના જીવ જોખમમાં મૂકનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પાટણમાં ભાટિયાવાડમાં એવા બોગસ ડોક્ટરે દવાખાનું ખોલી દીધું હતું અને ધમધોકાર ધંધો ચલાવાતો હતો. જોકે લોકોના સ્વાસ્થ્ય સાથે થઇ રહેલાં ચેડાંના પરિણામે એક અરજદારે પોલીસ અધિક્ષકને અરજી કરી હતી. જે સંદર્ભે પોલીસે (Patan SOG police raided the clinic) પગલાં લીધાં હતાં.
ક્લિનિકમાં પાટણ એસઓજી પોલીસની રેઇડ- પાટણ શહેરના ભાટિયાવાડ વિસ્તારમાં પરેશ શાંતિલાલ પ્રજાપતિ નામનો શખ્સ કોઈપણ ડિગ્રી ધરાવતો ન હોવા (Bogus Doctor in Patan)છતાં દવાખાનું ખોલી લોકોની સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની એક અરજદાર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને (Patan District Superintendent of Police ) અરજી કરવામાં આવી હતી.પોલીસ અધિક્ષકની સૂચનાને આધારે એસઓજી પીઆઈ ચિરાગ ગોસાઈ સહિતના સ્ટાફ દ્વારા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટને સાથે રાખી દવાખાનુંમાં ઓચિંતી (Patan SOG police raided the clinic) તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્લિનિકમાં પાટણ એસઓજી પોલીસની રેઇડમાં તપાસ દરમિયાન કોઈ કારણોસર ડોક્ટર હાજર મળી આવ્યા ન હતાં.
આ પણ વાંચોઃ ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ડોક્ટરની ડિગ્રી મામલે તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે -પોલીસની ટીમે પાટણ આરોગ્ય વિભાગની ટીમ (Patan Health Department) સાથે સર્ચ કરતા 19928 રૂપિયાની દવાઓનો જથ્થો ઉપરાંત એલોપેથીક સારવાર કરવાની સાધનસામગ્રી મળી આવતા પોલીસે જથ્થો (Patan SOG police raided the clinic) જપ્ત કરી હાજર રહેલ કમ્પાઉન્ડર વિષ્ણુ કેશવલાલ પ્રજાપતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ પૂછપરછમાં આ દવાખાનું પરેશ પ્રજાપતિના પિતાના નામે છે અને હાલમાં તે પરેશ પ્રજાપતિ (Bogus Doctor in Patan)ચલાવી રહ્યા છે. રેઇડ દરમિયાન તે હાજર મળ્યા ન હોઇ પોલીસે આ બનાવ અંગે ગુજરાત પ્રેક્ટિશનર એક્ટ મુજબ પોલીસે ફરિયાદી બની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.