- યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
- મોટી સંખ્યામાં યુવાઓએ કર્યું રક્તદાન
- બ્લડબ કેમ્પમાં 61 બ્લડ યુનિટ એકત્ર થયી
પાટણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) ના કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થયા છે ,જેના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી આની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર દેશમાં ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજી વધુમાં વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
યુવા મોરચા દ્વારા આયોજન
બુધવારે પાટણ શહેર અને સરસ્વતી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો.આ બ્લડ કેમ્પમાં 61 બોટલ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારમાં ભાજપે 7 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી નડીયાદમાં ભાજપ મહિલા મોરચાએ રક્તદાન કેમ્પ યોજ્યો
જરૂરીયાતમંદોને આપવામાં આવશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં સમી હારીજ ચાણસ્મા રાધનપુર સહિતના સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવશે અને હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને આ બ્લડ આપવામાં આવશે.
આ પણ વાંચો : કેન્દ્રમાં સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જૂનાગઢ શહેર ભાજપે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું