ETV Bharat / state

Fire in Patan: એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં આગ, કરોડોનું નુકસાન છતાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહીં - Fire in Patan

પાટણ જિલ્લામાં આવેલ એશિયાના સૌથી મોટા સોલાર પાર્કના પ્લાન્ટમાં બપોરે આગ લાગી હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી હતી. જોકે, ફાયરની ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Fire in Patan: એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં આગ, કરોડોનું નુકસાન છતાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહીં

author img

By

Published : Feb 13, 2023, 6:19 PM IST

પાટણઃ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક આવેલો છે. જોકે, આ પાર્કમાં બપોરના સમયે ભેલ કંપનીના પ્લાન્ટમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે આગના કારણે ભેલ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ Vadodara Fire Accident: પાદરા હાઈવે પર BMW કારમાં આગ, લોકોમાં અફરાતફરી

ચારણકામાં આવેલો છે સોલાર પાર્કઃ સાંતલપુર તાલુકામાં ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક આવેલો છે, જેમાં અનેક કંપનીઓના સોલાર પ્રોજેક્ટ કાર્યરત્ છે, પરંતુ આ કંપનીના સંચાલકો દ્વારા સરકારના નીતિનિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી હતી. જોકે, એશિયાનો સૌથી મોટા સોલાર પાર્કમાં પણ ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અવારનવાર આગના બનાવો બને છે. ત્યારે આજે (સોમવારે) બપોર પછી સોલાર પાર્કમાં બ્લોક નંબર 2માં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં અચાનગ આગ લાગી હતી.

આગને બૂઝવવામાં સ્થાનિકો નિષ્ફળઃ જોકે, આગ પર સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ અંગેની જાણ સાંતલપુર એચપીસીએલ કંપનીના ફાયર ફાઈટરને કરાતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી ભીષણ આગ ઉપર કલાકોની મહેનત બાદ કાબૂ મેળવ્યો હતો. આગના કારણે રૂમની અંદર રહેલા 4 ઈન્વર્ટર એસટી પેનલ ટ્રાન્સફોર્મર સહિતનો મુદ્દામાલ બળીને ખાક થઈ જતા ભેલ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.

આ પણ વાંચો Vadodara Fire Accident: કોયલી ગ્રામ પંચાયતની કચેરીમાં ભીષણ આગ

કંપની પાસે નથી પોતાનું ફાયર ફાઈટરઃ ઉલ્લેખનીય છે કે, એશિયાના સૌથી મોટા ગણાતા આ સોલર પાર્કમાં અનેક કંપનીઓના અલગ અલગ પ્રોજેક્ટ કાર્યરત્ હોવા છતાં કંપનીના સંચાલકો દ્વારા પોતાના ફાયર ફાઈટર રાખતા નથી. તેને લઈને અવારનવાર આવી આગની ઘટનાઓ બને છે. ત્યારે અન્ય ગામોમાંથી ફાયર ફાઇટરો મગાવવાની ફરજ પડે છે. દર ઉનાળાની કાળજાળ ગરમીમાં સોલર પાર્કના પ્લાન્ટોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે. તેમ છતાં કંપનીના સંચાલકો પોતાની માલિકીના ફાયર ફાઈટર કે વોટર બ્રાઉઝર રાખતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.