ETV Bharat / state

કોવિડ વિજય રથ દ્વારા પાટણમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું

પાટણ જિલ્લામાં કોવિડ વિજય રથ શરૂ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતેથી GIDC ચેરમેન બલવંતસિંહ રાજપૂતે આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો. જે રથ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફરી લોકોને કોરોના અંગેની જાગૃતિનો સંદેશો આપશે.

ETV BHARAT
કોવિડ વિજય રથ દ્વારા જાગૃતિ અભિયાન
author img

By

Published : Sep 20, 2020, 4:34 PM IST

પાટણઃ જિલ્લામાં કોવિડ વિજય રથ શરૂ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતેથી GIDC ચેરમેન બલવંતસિંહ રાજપૂતે આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો. જે રથ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફરી લોકોને કોરોના અંગેની જાગૃતિનો સંદેશો આપશે.

ETV BHARAT
કોવિડ વિજય રથ દ્વારા જાગૃતિ અભિયાન

કોરોના સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ કરવા અને સાવચેતી રાખવાની સાથે જાગૃતિ કેળવવાના ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાત ઝોનમાં આ રથ બનાસકાંઠા જિલ્લામાં ફેરવ્યા બાદ પાટણ જિલ્લામાં આવ્યો હતો.

ETV BHARAT
કોવિડ વિજય રથ દ્વારા જાગૃતિ અભિયાન

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતેથી રવિવારે અગ્રણી ઉધોગપતિ તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ( GIDC ) ચેરમેન બળવંત સિંહ રાજપૂતના હસ્તે આ રથને લીલીઝંડી આપી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પરિસરમાંથી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અંગે બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું કે, કોરોનાને હરાવવાનો એક માત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે. જેથી લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે.

પાટણમાં રવિવારે પ્રસ્થાન થયેલો આ રથ કાકોશી ચાર રસ્તા, દેથળી ચોકડી, જાપલીપોલ ટાવર એરિયા, સિવિલ, બિંદુ સરોવર તેમજ ખળી ચાર રસ્તા જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જાગૃતિ સંદેશ ફેલાવી રહ્યો છે. આ રથ કોરોના વાઇરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયે જાહેર કરેલી આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો

એક તરફ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર કોરોના વાઈરસ ફેલાતો અટકાવવાને બદલે તાયફા કરી રહી છે. આવા જ એક તાયફા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 'કોરોના વિજય રથ' શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મહીસાગરમાં વિજય રથના માધ્યમ થકી લોક કલાકારો દ્વારા કોરોના અંગે જનજાગૃતિનો અનોખો પ્રયાસ

ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમયસર લેવાયેલા પગલાઓથી કોરાના મહામારી સામે પ્રજાને થોડી રાહત મળી છે, પરંતુ જંગ હજુ પૂર્ણ થઈ નથી. ત્યારે સાવચેતીના ભાગરૂપે મહામારીનો મુકાબલો મક્કમ મનોબળ સાથે થાય તેવી આવશ્યકતાના પગલે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતા પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સંયુક્ત પ્રયાસોથી "કોરોના સામેનો જંગ જીતીશું સાવચેતીને સંગ" સૂત્ર સાથે કોરોના જનજાગૃત્તિના હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ વિજયરથ દ્વારા જાગૃતિ અભિયાન

સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કોવિડ વિજય રથ પરિભ્રમણ કરાવી કોરોના સંક્રમણ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે મંગળવારે આ રથે પાટણ જિલ્લાના સમી, હારીજ શહેર અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી લોકોને કોરોના અંગે જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો.

આ પણ વાંચોઃ પાટણ યુનિવર્સિટીથી કોવિડ 19 લોકજાગૃતિ વિજય રથનું રજિસ્ટ્રારે પ્રસ્થાન કરાવ્યું

કોવિડ 19 અંગે લોકજાગૃતિ આવે તે હેતુથી સમગ્ર રાજ્યમાં કોવિડ-19 વિજય રથ દ્વારા કોરોના વાઇરસ સામે સાવચેતી અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનના રથને પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રજિસ્ટ્રારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.