ETV Bharat / state

પાટણનો ડંકો: હાજીપુરની દોડવીર યુવતી વિશ્વ ફલક પર ચમકી, મેડલ પોતાના નામે કર્યાં

પાટણના રુક્ષ્મણી વિદ્યાલય હાજીપુર ઍથ્લીટ્સ ટ્રેનિંગ સેન્ટરની ખેલાડી ઠાકોર નિરમાએ પૂના ખાતે યોજાયેલ 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં સમગ્ર વિદેશી ભારતીય મહિલાઓમાં ચોથો ક્રમાંક અને ભારતીય મહિલા વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી હાજીપુર ગામ અને સમગ્ર પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Athlete
પાટણના હાજીપુરની દોડવીર યુવતી વિશ્વ ફલક પર ચમકી, અનેક મેડલ પોતાના નામે કર્યાં
author img

By

Published : Aug 19, 2020, 8:42 PM IST

પાટણ: પાટણના રુક્ષ્મણી વિદ્યાલય હાજીપુર ઍથ્લીટ્સ ટ્રેનિંગ સેન્ટરની ખેલાડી ઠાકોર નિરમાએ પૂના ખાતે યોજાયેલ 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં સમગ્ર વિદેશી ભારતીય મહિલાઓમાં ચોથો ક્રમાંક અને ભારતીય મહિલા વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ડિસેમ્બર 2019માં પૂના ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ મેરેથોનમાં યુથોપીયા, કેન્યા, ડેનમાર્ક અને ભારત વગેરે દેશોના અંદાજિત 45 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પાટણ તાલુકાના હાજીપુરના ઠાકોર મંગાજીના પુત્ર ઠાકોર ભરતજીની દીકરી નિરમાએ ભાગ લીધો હતો. તેમણે 42 કિલો મીટરની દોડ 3 કલાક અને 9 મિનિટમાં પૂરી કરી સમગ્ર વિદેશી ભારતીય મહિલાઓમાં ચોથો ક્રમાંક અને ભારતીય મહિલાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

નિરમાએ ગત 13 ઓગસ્ટ 2020ના રોજ રૂપિયા 1,75,000 રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી. નિરમા ઠાકોરે આ ઉપરાંત વેસ્ટ ઝોન ઓફ ઈન્ડિયામાં 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ, રાજ્યકક્ષાએ કુલ 7 ગોલ્ડ ,6 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ, ઇન્ટર કોલેજ કક્ષાએ 7 ગોલ્ડ મળી કુલ 28 મેડલ મેળવ્યા છે. તેમજ ગુજરાતમાં યોજાતી સાબરમતી મેરેથોન, રાજકોટ મેરેથોન, કેડી મેરેથોન, એસબીઆઈ મેરેથોન પણ જીત મેળવી છે.

Athleteathlete
પાટણના હાજીપુરની દોડવીર યુવતી વિશ્વ ફલક પર ચમકી, અનેક મેડલ પોતાના નામે કર્યાં
  • રમતવીર નિરમાએ પાટણનું નામ રોશન કર્યું.
  • 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં ચોથું સ્થાન મેળવ્યું.
  • રમતવીર નિરમાએ ભારતીય મહિલાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

ઠાકોર નિરમા છેલ્લા આઠ વર્ષથી તેના કોચ રમેશ રબારી પાસે રુક્ષ્મણી વિદ્યાલય હાજીપુર એથ્લેટીક્સ ટ્રેનિંગ સેન્ટરમાં સખત પ્રેક્ટિસ કરે છે. કોચ રમેશએ નિરમા સિવાય ગામની અન્ય છોકરીઓને વિવિધ રમતો માટેની તાલીમ આપી છે. જેમાં 12 છોકરીઓએ રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઇ 25થી વધુ મેડલ મેળવ્યા છે. હાજીપુર ગામની મહિલા ખેલાડીઓએ સાબરમતી મેરેથોન, અદાણી મેરેથોન, કેડી મેરેથોન સહિતની મેરેથોન તેમજ ખેલ મહાકુંભ ભાગ લઇ અનેક નામો મેળવ્યા છે.

પાટણની નિરમાએ પુના મેરેથોન દોડમાં જીત મેળવતા પરિવારજનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. નિરમા રમતગમત ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી જિલ્લા અને દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા તેના દાદાએ વ્યક્ત કરી હતી.

સિદ્ધપુરના ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી ચંદનજી ઠાકોરે નિરમાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને 42 કિલોમીટરની મેરેથોનમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે જ આવનારા સમયમાં આ મહિલા ખેલાડી પ્રગતિ કરી ગામ અને દેશનું નામ વિશ્વમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી દોડવીર નિરમા આજની યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. ખેતીપ્રધાન ભારતના એક નાનકડા ગામડામાંથી હાલ વિશ્વ ફલક પર છવાઈ ગઇ છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તે નિરમાએ સિદ્ધ કરી બતાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.