ETV Bharat / state

પાટણ ભાજપે વિજયોત્સવ મનાવ્યો, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇ જીતનો જશ્ન - પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર

દેશના ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી ગયાં છે. જેમાં ત્રણ રાજ્યમાં ભાજપની સરકાર બનશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે. ત્યારે પાટણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવતાં આતશબાજી કરી હતી.

પાટણ ભાજપે વિજયોત્સવ મનાવ્યો, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇ જીતનો જશ્ન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 5:02 PM IST

વિજયોત્સવ મનાવતાં આતશબાજી કરી

પાટણ : ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં છે. જેમાં ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પક્ષને પૂર્ણ બહુમતીથી વિજય મળ્યો છે. પાર્ટીની મોટી જીતને લઇ પાટણ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો અને એકબીજાના મો મીઠા કરાવી ભારત માતાકી જય વંદે માતરમના નારા લગાવ્યાં હતાં.

ભાજપે ભગવો લહેરાવ્યો : તાજેતરમાં રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તબક્કાવાર રીતે પરિણામો જાહેર થતાં ગયાં હતાં. તેમાં ક્રમશ ભાજપનો કેસરીયો લહેરાવાની ખાતરી થવા લાગતાં જ પાટણ ભાજપમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. મતગણતરીના અંતે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમત સાથે વિજય પતાકા લહેરાવતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે પાટણ જ નહીં સમગ્ર દેશમાં ઠેર ઠેર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા જશ્ન મનાવવામાં આવ્યાં હતાં.

મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી : પાટણમાં આતશબાજી કરાઈ ત્યારે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો શહેરના બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં.રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોમાં થયેલી જીતનો આનંદ વ્યક્ત કરતાં ભવ્ય આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વિકાસ ગતિ વેગવાન બનશે : પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે આ વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાને આપ્યો હતો તેમજ આ ત્રણેય વિકાસની ગતિને વેગવાન બનાવવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

  1. ગાંધીનગરમાં કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ ભાજપની જીત વધાવી, કહ્યું જનતાએ કર્યું દૂધનું દૂધ પાણીનું પાણી
  2. શું ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો I.N.D.I.A ગઠબંધનને અસર કરશે ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.