પાટણ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો પ્રશ્ન તાકીદે હલ કરવા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા સરકારને તાકીદ કરી છે. જ્યારે બીજી બાજુ હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધિશો પર કોઈ અસર ન હોય તેમ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો (died after being hit stray animal in Patan) પ્રશ્ન પેચીદો બન્યો છે.
આ પણ વાંચોઃ કલેકટર ધારપુર સિવિલ હોસ્પિટલની મુલાકાતે, કોરોનાની નવી લહેરના ભય વચ્ચે તૈયારીઓ ચકાસી
તંત્રનું મૌનઃ શહેર સહિત જિલ્લામાં અવારનવાર રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ (menace of stray cattle in Patan) ઇજાગ્રસ્ત કરે છે તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિઓના મોત (stray cattle problem in patan) પણ થયા છે. તાજેતરમાં જ અઘાર ગામે રખડતા પશુઓએ બે મહિલાઓને હડફેટે લેતા તેમના મોત થયા હતા. છતાં જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવા કોઈ જ પગલા નહીં ભરાતા આજે વધુ એક યુવાન રખડતા ઢોરોની અડફેટે ચડતા જીવ ગુમાવ્યો છે.
રખડતા પશુએ અડફેટે રૂની ગામ નજીકથી પસાર થઈ રહેલ બાઈક ચાલકને રસ્તે(hit by a stray animal in Patan) રખડતા પશુએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બાઈક ચાલકને સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં 16 દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મોત (died after being hit stray animal in Patan) નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.
આ પણ વાંચો રખડતા પશુઓ કોની માલિકીના છે! રખડતા ઢોરને લઈને રાજકોટનું તંત્ર એક્શનમાં
ગામ પાસેથી પસાર પાટણ શહેરના (stray cattle problem in patan) સુભાષચોક વિસ્તારમાં આવેલ વણકરવાસમાં રહેતો દેવેન્દ્ર ભરતભાઈ સાધુ નામનો યુવાન 16 દિવસ અગાઉ પાટણ નજીક રાત્રી દરમ્યાન રૂની ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રોડ ઉપરથી કાળા કલરનું ગાયનું વાછરડું અચાનક પસાર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાછરડાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. તો બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો સગર્ભા પશુઓને શરીરમાંથી દૂધનો નિકાલ કરવા, મ્યુનિસિપલ કમિશનરે આ કામ માટે આપી મંજૂરી
પ્રાથમિક સારવાર જ્યાં તેની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં આ યુવાન એટલી હદે ઘાયલ થયો હતો કે તેને ત્રણ હોસ્પિટલો બદલવી પડી હતી. અને છેવટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી ત્યારે આજે સારવાર ના 16માં દિવસે આ યુવાનનું મોત થતા પરિવારજનોમાં શોકની તાલીમાં છવાઈ છે. પાટણ શહેર સહીત જિલ્લામાં રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો તેમજ રાહદારીઓને પશુઓની અડફેદથી બચાવવા માટે વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા તાકીદે પગલા લેવા જોઈએ તેવો શૂર ઉઠ્યો છે.