પાટણ: શહેરના મલ્હાર બંગલોઝમાં રહેતાં સ્નેહલભાઈ પટેલની દીકરી જેની ધોરણ 12માં અભ્યાસ કરે છે. જેને પિતાએ લોકડાઉન દરમિયાન રચનાત્મક પ્રવૃત્તિ થકી ક્રિયાશીલ બનવાની પ્રેરણા આપી હતી. આ સાથે સાથે તેઓએ રામાયણ સીરીયલ પણ કુટુંબ સાથે જોવાનો આગ્રહ રાખતાં જેનીએ તેના પરથી પ્રેરણા લઈ વોટર કલરથી રામાયણના 30 ચિત્રો બનાવ્યા છે. જેમાં પિતાની મદદ લીધી હતી તેના પિતાને પણ ચિત્રકામનો શોખ હોવાથી તેમની મદદ લીધી હતી.
રામાયણના ચિત્રોનું પ્રદર્શન યોજાયું રામાયણના ચિત્રો અને તેની પસંદગીમાં દિકરીએ પિતાની મદદ લીધી હતી. જેમાં રામાયણના મુખ્ય પ્રસંગો જેવા કે વાલ્મિકી ઋષિ સાથે સંવાદ, સીયારામ સ્વયંવર સહિતના ચિત્રો બનાવ્યા છે. આ ચિત્રો બનાવવામાં એક્રેલિક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્ય કરવામાં પિતાએ દીકરીને સતત પ્રેરણા આપી હતી.
રામાયણના ચિત્રોનું પ્રદર્શન યોજાયું આર્ટસ કોલેજના મ્યુઝિયમ હોલ ખાતે યોજાયેલા ચિત્ર પ્રદર્શનને ગુજરાતના પૂર્વ પ્રધાન અને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ, નોરતા ગામના સંત દોલતરામ મહારાજ સહિત યુનિવર્સિટીના અધ્યાપકો શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. સંત દોલતરામ અને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇએ જેનીને અભિનંદન પાઠવ્યા હતાં.
રામાયણના ચિત્રોનું પ્રદર્શન યોજાયું ખાસ કરીને કોરોના મહામારીએ સૌને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે, ત્યારે અભ્યાસુ વિદ્યાર્થીઓએ આ સમયનો સદઉપયોગ કરી પોતાના અંદર છુપાયેલી શક્તિઓને ખીલવવાની પ્રેરણા જેની એ આપી છે જેને શિક્ષક વિદ પણ વધાવી રહ્યા છે.