પાટણ: મહાત્મા ગાંધીના આદર્શોને જીવંન પર્યંત મૂર્તિમંત કરનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ઝીલિયા આશ્રમના સ્થાપક તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે મોટું યોગદાન વયોવૃદ્ધ ગાંધીવાદી નેતા (Gandhian Maljibhai Desai) માલજીભાઈ દેસાઈની દેશના સર્વોચ્ચ એવા પદ્મશ્રી એવોર્ડ (Padma Shri award 2022) માટે પસંદગી થઈ છે. જેને લઇ તેમના સમર્થકો અને જૂના કોંગ્રેસી કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ છે. જિલ્લાના લણવા ગામે 1/1/1938ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા માવજીભાઈ દેસાઈએ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બની સેવા દળમાં જોડાયા હતા. 89 વર્ષની ઉંમરે પણ તેમણે ગાંધીજીની માફક નાતજાતના કે ધર્મના વાડાઓથી પર રહેવાના વિચારો પર અડગ રહી લોકસેવાના કાર્યોને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો: Padma Shri 2022: કર્મચારીઓને બોનસમાં કાર આપનારા 'ડાયમન્ડ કિંગ' સવજી ધોળકિયાને પદ્મશ્રી
ઝીલિયાને પોતાની કર્મ ભૂમિ બનાવી શિક્ષણની જ્યોત પ્રગટાવી
ગાંધીજીના વિચારોથી પ્રભાવિત (An ardent Gandhian leader Maljibhai Desai) બનેલા માવજીભાઈ દેસાઈએ ઝીલિયા ગામમાં 1964માં ગાંધી આશ્રમની સ્થાપના કરી ઝીલિયાને પોતાની કર્મ ભૂમિ બનાવી શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. હાલમાં આ સંસ્થા એક વટવૃક્ષ બની છે અને 10થી વધુ શાળા- કોલેજો આસન સ્થાનિક દેખરેખ હેઠળ ચાલી રહી છે. ગુજરાત જળ જળસંપત્તિ વિકાસ નિગમમાં પણ તેમણે ઉમદા કામગીરી કરી હતી.
આ પણ વાંચો: Padma Awards 2022: CDS રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી
માલજીભાઈ દેસાઈ આજે પણ પહેરે છે ગાંધી ટોપી
ગાંધી વિચારધારાનો પ્રચાર -પ્રસાર સાથે પછાત અને નબળા વર્ગના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું ઘડતર કરનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માલજીભાઇ દેસાઇની દેશના સર્વોચ્ચ એવા પદ્મશ્રી એવોર્ડ (Padma Shri award 2022) માટે પસંદગી થઇ છે. હાલ 89 વર્ષની ઉંમરે પણ માલજીભાઇ દેસાઇ ગાંધી વિચારધારાને અનુસરીને જ પોતાનું જીવન સાદગીપૂર્ણ રીતે જીવી રહ્યા છે. ગાંધીટોપી વિસરાઇ રહી છે તેવા સમયે તેઓ પોતાના માથે હંમેશા ગાંધીટોપી પહેરેલી જ રાખે છે. પાટણ જિલ્લામાં ગાંધી વિચારધારાની જ્યોત પ્રગટાવનારાં ચુસ્ત ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ આજે 89 વર્ષની ઉંમરે પણ અડીખમ યોદ્ધાની જેમ ગાંધી વિચારધારાનો ફેલાવો કરી રહ્યા છે, ત્યારે તેમની દેશના સર્વોચ્ચ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.