ETV Bharat / state

Radhanpur Accident: પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત, 7 લોકોના મોત - રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત

પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતાં જીપ ટ્રકમાં ઘૂસી ગઇ હતી. ટ્રક અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર ગંભીર અકસ્માત,

author img

By

Published : Feb 15, 2023, 4:15 PM IST

Updated : Feb 16, 2023, 10:08 AM IST

પાટણ: રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જીપનું ટાયર ફાટતા ભયાનક અકસ્માત: જિલ્લાના રાધનપુર વારાહી હાઈવે પર મોટી પીપળી પાસેથી પ્રવાસીને લઇને એક જીપ પસાર થઇ રહી હતી. જે દરમિયાન જીપનું ટાયર ફાટતા જીપ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે જીપના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માત ધડાકાભેર થતાની સાથે જ લોકોની ચીચયારીઓ કિલોમીટર દૂર સંભળાતી હતી. આ ભયાનક અકસ્માતમાં 6ના મોત નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: Rajkot Crime : રુખડીયાપરામાં ત્યજાયેલું બાળક મળી આવ્યું, પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલાયું

સાંતલપુર હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો: જોકે આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિકોએ વાહનમાં ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સાંતલપુર હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસની મદદથી આ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સામે આવેલી માહિતી પ્રમાણે જીપમાં બેઠેલા મુસાફરો મજૂરો હતા જે મજૂરી અર્થે જઇ રહ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad Crime : લ્યો બોલો પોલીસ બનીને લૂંટફાટ કરનાર શખ્સ ઝડપાયો

6 લોકોના મોત: રાધનપુરના મોટી પીપળી પાસે થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સમજુબેન ફુલવાદી, દુદાભાઈ સેજાભાઈ રાઠોડ, રાધાબેન પરમાર, કાજલબેન પરમાર, અમ્રિતાબેન વણઝારા તથા પિનલ વણઝારાનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ તથા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. અકસ્માતમાં છ લોકોના મોત થયા બાદ નાગરિક દ્વારા સવાલ કરાયો હતો કે ધોળે દિવસે આટલા લોકો આ વાહનમાં ભરવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી ?

પ્રવાસીઓથી ખીચો ખીચ ભરેલી જીપ : ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર હાઇવે થી આજુબાજુના ગ્રામ્ય પંથકમાં ઘેટા બકરાની જેમ પ્રવાસીને ભરી ખાનગી વાહનો બેફામ ગતિએ દોડે છે. ત્યારે આજે બપોરના સમયે રાધનપુરથી વારાહી વચ્ચે પ્રવાસીઓને ભરી ફેરા કરતી કમાન્ડર જીપના ચાલકે 15 થી વધુ પ્રવાસી ભરી વારાહી તરફ પ્રયાણ કર્યું હતું પ્રવાસીઓથી ખીચો ખીચ ભરેલી આ જીપ 15 કિલોમીટરના અંતરે જ મોટી પીપળી ગામ નજીક પહોંચતા અચાનક જીપનું ટાયર ફાટતા હાઇવે રોડ પર સાઈડમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ જીપનો આગળનો ભાગ ટ્રકની પાછળ ઘુસી જતા કંડમ જીપ કાટમાળમાં ફેરવાઈ જતા કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગુજારા અકસ્માતમાં જીપમાં મુસાફરી કરી રહેલા 15 થી વધુ પૈકી બે પુરુષ બે મહિલા અને બે બાળકીઓ મળી છ ના ઘટના સ્થળે જ મોત થયા હતા જેમાં સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામની માતા અને માસુમ પુત્રીનું પણ મોત થયું હતું.

મૃતકોના નામ

1 સમજુભાઈ બાબુભાઈ ફુલવાદી ઉ.50 રહે.રાધનપુર વાદી વસાહત

2 દુદાભાઈ સેજાભાઈ રાઠોડ ઉ.50 રહે.કાણસરા તા.સાંતલપુર

3 રાધાબેન મોહનભાઈ પ્રેમાભાઈ પરમાર ઉ.35 રહે.દાત્રણ તા.સાંતલપુર

4 કાજલબેન મોહનભાઈ પ્રેમાભાઇ પરમાર ઉ.09 રહે. દાત્રાણા તા.સાંતલપુર

5 અમ્રીતાબેન ખેમરાજ મોહનભાઈ વણઝારા ઉ.15 રહે.બાસવાડા રાજસ્થાન

6 પિનલ મિથુનભાઈ ઉદાભાઈ વણઝારા ઉ.7 રહે.બાસવાડા

7 સીમાબાન વણઝારા

Last Updated : Feb 16, 2023, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.