- પાટણના પઠાણ પરિવારને નડ્યો અકસ્માત
- અમદાવાદથી પરત ઘરે આવવા સમયે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયોઅકસ્માત
પાટણઃ જિલ્લાના બુકડીમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે રહેતા પઠાણ પરિવારની મહિલાઓ રિક્ષામાં અમદાવાદ ખાતે સંબંધીના ઘરે ગયા હતા અને પરત પાટણ આવી રહ્યા હતા, ત્યારે પાટણથી 20 કિલોમીટર દૂર શંખારી રોડ ઉપર ઇસ્લામ્પુર ગામ નજીક સામેથી ઝડપે આવી રહેલી સ્વિફ્ટ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી રિક્ષાને ટક્કર મારી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્સ્ત રિક્ષાચાલક સાથે 4 વ્યક્તિઓને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રિક્ષા ચાલક મોહસીન મન્સૂરી અને કુસુમબીબી શહીદખાન પઠાણનું મોત નીપજ્યું હતું.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-rickshawdriverandwomankilledinswiftcollisionnearislampurvillageinpatan-photostory-gj10046_25012021190609_2501f_1611581769_1084.jpg)
2 વ્યક્તિના મોતથી વિસ્તારમાં શોક છવાયો
અકસ્માતની જાણ થતાં પરિવારજનો થતાં વિસ્તારના લોકો ઘટના સ્થળે અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ અકસ્માતમાં 2ના મોત થવાથી ગુલશનગર અને બુકડિ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ હતી.