ETV Bharat / state

પાટણમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ - Review meeting for corona

પાટણ શહેર સહિત જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોર કમિટીના સભ્યોની ઉચ્ચસ્તરીય બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં મુખ્ય પ્રધાને અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

પાટણમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ

author img

By

Published : Apr 11, 2021, 7:44 PM IST

  • પાટણમાં મુખ્ય પ્રધાને કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો
  • કોરોનાની બીજી લહેર ઉંચા આંકડાઓ સાથે વધી રહી છે: મુખ્યપ્રધાન
  • 10 દિવસમાં સરકારે રાજ્યમાં નવા 15 હજાર બેડ ઉભા કર્યા છે

પાટણ: ગુજરાતના મોટાભાગના શહેર-જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને કોર કમિટીના સભ્યો વિવિધ શહેરોની મુલાકાત લઇને સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે રવિવારે પાટણ કલેકટર કચેરી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાને પાટણ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ ટેસ્ટિંગ, ડેડીકેટેડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર તેમજ દવાઓની સુવિધા અને આરોગ્યલક્ષી સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્રને માર્ગદર્શન આપીને સૂચનો કર્યા હતા.

પાટણમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ
બેઠકની કેટલીક મહત્વપૂર્ણ બાબતો:
  • પાટણ જિલ્લામાં નવા 1000 બેડ ઉભા કરાશે
  • 500 બેડ હોસ્પિટલોમાં તથા 500 બેડ કોવિડ કેર સેન્ટરોમાં ઉભા કરાશે
  • ચાણસ્મા,રાધનપુર અને સિદ્ધપુરમાં પણ બેડની સંખ્યા વધારાશે
  • જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ વધારવા માટે અધિકારીઓને આપી સુચના
  • શહેર સહિત જીલ્લામાં 5 હજાર લોકોનું ટેસ્ટિંગ કરવાનો આપ્યો લક્ષ્યાંક
  • કન્ટેઈન્મેન્ટ ઝોન વધારવા મુખ્ય પ્રધાને વહીવટીતંત્રની આપી સુચના
  • કામ સિવાય ઘરની બહાર ન નિકળવા મુખ્ય પ્રધાને નાગરિકોને કરી અપીલ

ટેસ્ટિંગનું કામ ઝડપી બનાવવા નવું ટેસ્ટિંગ મશીન અપાશે

પાટણ ખાતે યોજાયેલી બેઠકમાં પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા માઈલ્ડ કોરોના પેશન્ટ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓને મુખ્યપ્રધાને બિરદાવી હતી. શહેર સહિત જિલ્લામાં નવા 500 બેડ હોસ્પિટલોમાં વધારવા તેમજ 500 બેડ કોવિડ કેર સેન્ટરોમાં ઉભા કરવામાં આવશે. સિદ્ધપુર, રાધનપુર અને ચાણસ્મા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બેડ વધારવામાં આવશે. જેથી આ વિસ્તારના દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે. ખાસ કરીને શહેર સહિત જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ વધારવા માટેની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે. જિલ્લામાં પાંચ હજાર લોકોનું ટેસ્ટિંગ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. સાથે સાથે કન્ટેન્મેન્ટ ઝોન વધારવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે પોલીસને પણ કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ નગરજનો રાત્રિ કરફ્યૂનો ચુસ્તપણે અમલ કરે, માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે તથા કામ વગર બહાર ન નીકળે તે માટો મુખ્યપ્રધાને અપીલ પણ કરી હતી. પાટણમાં વધી રહેલા કોરોના કેસને લઈને હોસ્પિટલ ખાતે ટેસ્ટિંગ માટેનું એક વધારાનું મશીન પણ આપવામાં આવી છે જેનાથી ટેસ્ટિંગ ની કામગીરી વધશે અને છ કલાકમાં રિપોર્ટ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.