આ જાહેરસભામાં ભાજપ સરકાર ઉપર વિપક્ષ નેતાએ આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આડે હાથ લેતા જણાવ્યું કે, ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશને ગુલામીની ઝંઝીરોમાંથી છોડાવી આઝાદી અપાવી હતી. ત્યારે આ બે ગુજરાતી નેતાઓ દેશને ફરી ગુલામી તરફ લઈ જઈ રહ્યાં છે.
પરેશ ધાનાણીએ રાધનપુની પેટા ચૂંટણીને કમોસમી માવઠું ગણાવ્યું હતું. અને લોકશાહીને લજવતી આવી ચૂંટણીઓ ન યોજાય તે માટે પોતાના મતનું મૂલ્ય સમજવા સૌને અનુરોધ કાર્યો હતો.
કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુર મત વિસ્તારની પ્રજા ખમીરવંતી અને પાણીદાર છે. પ્રજાનો દ્રોહ કરનારને ક્યારેય પણ આ વિસ્તારના લોકોએ ફરીથી વિધાનસભાનું પગથિયું ચડવા દીધું નથી.