ETV Bharat / state

કોમી એકતાની મિસાલઃ રામ મંદિર નિર્માણમાં પાટણનાં મુસ્લિમ તબીબે 1.51 લાખ રૂપિયાનું દાન કર્યુ - માનવતા એ જ ધર્મ

પાટણનાં મુસ્લિમ તબીબ દંપતિએ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામલ્લાનાં ભવ્ય મંદિર નિર્માણ માટે રૂપિયા 1.51 લાખનું દાન આપીને સર્વધર્મ સમભાવની મિસાલ કાયમ કરી છે. વર્ષ 2019માં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિની મુલાકાત બાદ તેઓએ મનોમન ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય માટે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપવાનો સંકલ્પ કર્યો હતો.

પાટણનાં મુસ્લિમ તબીબે રામ મંદિર નિર્માણમાં ૧.૫૧ લાખનું દાન કર્યુ

author img

By

Published : Jan 23, 2021, 7:50 AM IST

  • પાટણનું આ મુસ્લિમ દંપતી દરેક ધર્મ પ્રત્યે રાખે છે આદરભાવ
  • દેશના તમામ પ્રસિદ્ધ હિન્દુ મંદિરોમાં કર્યા છે દર્શન અને આરતી
  • એક વર્ષ અગાઉ મંદિર નિર્માણમાં સહયોગી બનવા કર્યો હતો સંકલ્પ

પાટણ: માનવતાની મહેક સાથે કોમી એકતાની સુવાસ પ્રસરાવનાર જાણીતા તબીબ ડૉ. હમીદ મન્સુરી અને તેમની પત્ની મુમતાઝબાનુએ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામલ્લાનાં ભવ્ય મંદિર નિર્માણ માટે રૂપિયા 1.51 લાખનું દાન આપીને સર્વધર્મ સમભાવની મિસાલ કાયમ કરી છે. મુસ્લિમોનાં પવિત્ર મક્કા મદીના શરીફની યાત્રા સાથે ભારતમાં આવેલ હિંદુ ધર્મનાં આસ્થાનાં પ્રતિક સમાન અનેક મંદિરોની મુલાકાત લઇને દર્શન કરનાર આ દંપતીએ ભારતની વિવિધતામાં એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પાટણનાં મુસ્લિમ તબીબે રામ મંદિર નિર્માણમાં ૧.૫૧ લાખનું દાન કર્યુ
પાટણનાં મુસ્લિમ તબીબે રામ મંદિર નિર્માણમાં ૧.૫૧ લાખનું દાન કર્યુ
સંકલ્પ પૂર્ણ થતા મુસ્લિમ દંપતી બન્યું ભાવવિભોરપાટણ શહેરના જૂના બસ સ્ટેશન રોડ પર રિયા હાર્ટ હોસ્પિટલ ધરાવતા તબીબ ડૉ. હમીદ મન્સૂરી દરેક ધર્મ પ્રત્યે ભારે આદર ધરાવે છે. આ તબીબ દંપતી વર્ષ 2019માં અયોધ્યા ખાતે ગયા હતા. જ્યાં એકતાના પ્રતિક સમા શ્રી રામ જન્મભૂમિની પણ મુલાકાત લીધી હતી અને ભગવાન રામના દર્શન કર્યા હતા અને નિર્માણ પામનાર ભવ્ય મંદિરની ડિઝાઇન નિહાળી હતી. ત્યારે મનોમન નક્કી કર્યું હતું કે, જ્યારે પણ આ જગ્યા પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે, ત્યારે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપશે. મુસ્લિમ દંપતીનો આ સંકલ્પ પૂર્ણ થતાં તેઓ ભાવવિભોર બન્યા હતા અને રામ મંદિરના નિર્માણ માટે નિધિ પેટે રૂ. 1.51 લાખનો ચેક અર્પણ કરી હર્ષની લાગણી સાથે આ કાર્યમાં પોતાને સહભાગી થવા બદલ ધન્યતા અનુભવી હતી.

'માનવ ધર્મ એ જ સાચો ધર્મ' સુત્રને સાર્થક કરે છે આ તબીબ દંપતિડૉ. હમીદ મન્સૂરીનાં પત્ની મુમતાજબાનું પણ પતિનાં આવા કાર્યોમાં હમેશા સહભાગી બને છે. હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી રાહત દરે સારવાર મળી રહે તેની તકેદારી રાખે છે. તો ગરીબ, જરૂરિયાતમંદ દર્દીને લાંબો સમય દવા લેવાની જરૂરિયાત ઊભી થાય અને આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા દર્દીઓ માટે મફત દવા આપવાની પણ સુવિધા કાયમી કરી છે. માનવ ધર્મ એ જ સાચો ધર્મ અને સુત્રને સાર્થક કરી આ તબીબ પત્નીએ કોરોના મહામારીનાં સમયમાં નાતજાત કે ધર્મના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદોને રાશન કિટોનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. આ મુસ્લિમ દંપતીએ હજયાત્રા સાથે ભારતમાં આવેલ પ્રસિદ્ધ હિન્દૂ મંદિરોમાં શીશ નમાવીને પૂજા અર્ચના કરી છે. આ મુસ્લિમ દંપતીની સર્વધર્મ સમભાવની ભાવના અને કોમી એખાલસતા સાથે માનવતાવાદી કાર્યોને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે. રામલ્લા પ્રત્યે તેમનો આદર અને લોકડાઉન દરમ્યાન તેમણે કરેલા માનવતાવાદી કાર્યોને કારણે આજે પણ લોકો તેમની સરાહના કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.