ETV Bharat / state

સિદ્ધપુર પુત્રીએ પિતાની નનામીને કાંધ આપી કર્યા અગ્નિ સંસ્કાર - પિતા પુત્રી

સિદ્ધપુરના મુક્તિધામમાં મૃતક સ્વજનની અંતિમ ઇચ્છા મુજબ અગ્નિ સંસ્કાર કરનારી પુત્રીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સિદ્ધપુર શહેરના ઝડીયાવીરના મહોલ્લા વિસ્તારમાં રહેતી હનીબેન કનુભાઈ મોઢે તેના પિતાને અંતિમ ઇચ્છા મુજબ તેમની નનામીને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરી પુત્રધર્મ નિભાવ્યો હતો.

સિદ્ધપુરમાં પુત્રીએ પુત્રધર્મ નીભાવ્યો
સિદ્ધપુરમાં પુત્રીએ પુત્રધર્મ નીભાવ્યો
author img

By

Published : Apr 5, 2021, 3:40 PM IST

  • સિદ્ધપુરમાં પુત્રીએ પુત્રધર્મ નીભાવ્યો
  • પિતાની ઇચ્છા મુજબ નનામીને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર
  • પિતાને માત્ર સંતાનમાં એક દીકરી હતી જે દીકરાની ફરજ નિભાવતી હતી

પાટણ: જિલ્લાના સિદ્ધપુર શહેરમાં ઝડીયાવીર વિસ્તારમાં રહેતા કમલેશભાઈ જેઠાભાઇ મોઢ ઉ.વર્ષ (57) જેનો વહેલી સવારે એકાએક બીમાર પડતા તેઓને તાત્કાલિક 108માં સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણ ધારપુર લઈ જવાયા હતા, પરંતુ કિડનીની બીમારી અને હાર્ટ પહોળું થઇ જવાને કારણે તેમનું મૃત્યુ થતાં તેઓને સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા.

પિતાની ઇચ્છા મુજબ નનામીને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર

આ પણ વાંચો: માતા-પિતાના એકમાત્ર સંતાન પુત્રીએ માતાને આપી અંતિમ વિદાય

કમલેશભાઈને સંતાનમાં એક જ દીકરી છે

જોકે કમલેશભાઈને સંતાનમાં એક જ દીકરી છે, જે દીકરા તરીકે પણ ફરજ નિભાવે છે. કમલેશભાઈ મોઢની અંતિમ ઈચ્છા હતી કે, મારી દીકરીના હાથે અંતિમ સંસ્કાર કરાઈ અને તેમની ઈચ્છા પ્રમાણે દીકરી હનીબેન મોઢે એક પુત્રની જેમ નીડરતાથી પિતાની નનામીને કાંધ આપી ગાયત્રીમંત્રોના જાપ સાથે અગ્નિ સંસ્કાર કર્યા હતા, ત્યારે પુત્રી સહિ‌ત સૌ કોઇની આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યા હતાં.

આ પણ વાંચો: અનોખી પરંપરા : શ્રવણ બની મહિલાઓ કરે છે ઘરડા ઘરમાં અવસાન પામનાર મહિલાઓના અંતિમ સંસ્કાર

વિધિવત રીતે પિતાની ઈચ્છા મુજબ કર્યા અગ્નિ સંસ્કાર

સિદ્ધપુર શહેરમાં મૃતક પિતાની અંતિમ યાત્રામાં પુત્રીએ નનામીને કાંધ આપી અને વિધિવત રીતે પિતાની ઈચ્છા મુજબ અગ્નિ સંસ્કાર કરતા સ્વજનોની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.