- પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને વનવિભાગની રેસ્ક્યુ સેન્ટર ખાતે અપાઈ સારવાર
- બે દિવસમાં 70 પક્ષીઓ પતંગના દોરાથી થયા ઘાયલ
- જિલ્લાના તાલુકા મથકો પર કાર્યરત કરાયા હતા સેન્ટરો
પાટણ : ઉત્તરાયણ પર્વમાં લોકો પતંગની મજા માણતા હોય છે. પણ પતંગ ચગાવવા માટે વપરાતી દોરી પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી હોય છે. ત્યારે સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકા મથકો પર તથા પાટણ શહેરમાં પક્ષી કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા વન સંરક્ષકની કચેરી ખાતે પક્ષી રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ હતું. જેમાં બે દિવસમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા કબૂતર પોપટ, સમડી, તેતર સહિતના 70 ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. તો ઘાતક દોરાથી ઘાયલ થયેલા બે પક્ષીઓના મોત થયા હતા.
ગત વર્ષની સરખામણીએ ઘાયલ પક્ષીઓની સંખ્યામાં 50 ટકાનો થયો ઘટાડો
ગત વર્ષે 150 પક્ષીઓ ઘાયલ થયા હતા. જ્યારે આ વર્ષે વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલ અભિયાનને કારણે લોકોમાં આવેલ જાગૃતિને લીધે પક્ષીઓ ઘાયલ થવાના બનાવો ઓછા બન્યા હતા.