પાટણમાં ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. જોકે આ હર્ષનો ઉત્સવ અબોલા પક્ષીઓ માટે ઘાતક સાબિત થયો હતો.પાટણમાં 68 જેટલા પક્ષીઓ કે જે પતંગના દોરાથી ઘવાતા મોતને ભેટ્યા હતા, તો 145 પક્ષીઓ ઘાયલ થયા હતા.પતંગના દોરાથી મોતને ભેટેલા પક્ષીઓની શહેરના રેલવે સ્ટેશન પાસેથી જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.તહેવારની સાથે સાથે પક્ષીઓના જીવની પણ ચિંતા કરવાનો સંદેશો લોકોને આપ્યો હતો.
ત્યાર બાદ સરસ્વતી નદીના પટમાં તમામ મૃતક પક્ષીઓની અંતિમ વિધિ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી.