ETV Bharat / state

પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં 55 પરીક્ષાઓ OMR સીટ દ્વારા ઓફલાઈન લેવાશે - Hemchandracharya North Gujarat University

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 20 સપ્ટેમ્બરથી સેમેસ્ટર 4 અને 6 ની 23 અને 28 સપ્ટેમ્બરથી સ્નાતક કક્ષાની સેમિસ્ટર 2 અને 4 તથા અનુસ્નાતક કક્ષાની સેમિસ્ટર 2 ની પરીક્ષા MCQ પદ્ધતિથી OMR શીટ દ્વારા ઓફલાઈન લેવાની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોના 18 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

HGNU exam
HGNU exam
author img

By

Published : Sep 14, 2021, 7:13 PM IST

  • યુનિવર્સિટી દ્વારા OMR પદ્ધતિથી પરીક્ષાઓ લેવાશે
  • યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 18 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે પરીક્ષા
  • 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂન 2021 માં સેમેસ્ટર 6 અને સેમેસ્ટર-4 ની પરીક્ષા યોજાઇ હતી. ઓનલાઇન લેવાયેલી આ પરીક્ષામાં નેટવર્કને કારણે મુશ્કેલીઓ ઊભી થઇ હોય અથવા અન્ય કોઇ કારણોસર નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે 20 સપ્ટેમ્બર 2021ના રોજ પરીક્ષા યોજાશે. જે MCQ પદ્ધતિથી OMR સીટ દ્વારા ઓફલાઈન લેવાશે. આ ઉપરાંત માર્ચ જૂન 2021 માં સ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 અને 4 તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 ની પરીક્ષાના પરિણામો મેરીટ બેઝ પ્રોગ્રેશન પદ્ધતિથી જાહેર કરવામાં આવનાર છે. આ પરિક્ષાઓમાં રીપીટર વિદ્યાર્થીઓ માટે 28/9/2021 થી OMR શીટ દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે.

પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં 55 પરીક્ષાઓ ઓએમઆર સીટ દ્વારા ઓફલાઈન લેવાશે

હાલમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે

માર્ચ જૂન 2021 માં સ્નાતક કક્ષાની સેમિસ્ટર-1, 3 અને 5 તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 3 ની પૂરક પરીક્ષાઓ યોજાઇ હતી. જે પરીક્ષાઓ તારીખ 7/ 10/ 2021 થી MCQ પદ્ધતિથી OMR સીટ દ્વારા ઓફલાઈન લેવાશે. હાલમાં યુનિવર્સિટી દ્વારા સમયમર્યાદા પૂર્ણ થઇ ગયેલ વિદ્યાર્થીઓના પરીક્ષાઓના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આમ HNG યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં 55 જેટલી પરીક્ષાઓ MCQ પદ્ધતિથી ઓફલાઈન લેવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.