ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના 41 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીના મોત

પાટણ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે અને તેની સામે સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી, લોકોમાં ભારે રાહતની લાગણી અનુભવાઈ રહી છે. જિલ્લામાં રવિવારે 41 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 10469 નોંધાઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના 41 નવા પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : May 23, 2021, 10:53 PM IST

  • જિલ્લામાં કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
  • જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 10469 પર પહોંચ્યો
  • પાટણ શહેરમાં પોઝિટિવ આંક 2889 નોંધાયો

પાટણ: શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. જિલ્લામાં નવા 5 પોઝિટિવ કેસો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે. રવિવારે નોંધાયેલા 5 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2889 થઈ છે. આ ઉપરાંત, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5, ચાણસ્મા શહેરમાં 2 અને તાલુકામાં 3, રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં 1, સિધ્ધપુર શહેરમાં 2 અને તાલુકામાં 11, હારીજ તાલુકાના વાંસા ગામમાં 1, સરસ્વતી તાલુકામાં 4, સમી તાલુકામાં 4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 10469 પર પહોંચ્યો છે. જ્યારે, પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2889 થઈ છે. રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં મ્યુકોર માઈકોસીસનો કેસ વધતા ફફડાટ ફેલાયો

729 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 45 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ હતી. અત્યારે, જિલ્લામાં 729 દર્દીઓ હોમ આઇસોલેશનમાં અને 127 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવારમાં હેઠળ છે. જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 94 લોકોના મૃત્યુ નોંધાયેલા છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન આજે 2 દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમાં, સાંતલપુર તાલુકાના ગઢ ગામના 45 વર્ષીય પુરુષ અને શંખેશ્વર તાલુકાના ગામના 65 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત થયુ છે. જિલ્લામા અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 94 થયો છે.

આ પણ વાંચો: 55 વર્ષીય મહિલાએ કોરોનાને મ્હાત આપી, 80 ટકા ફેંફસા ઙતા કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.