- પાટણમાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા
- શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
- આરોગ્યતંત્રની ચિંતામાં થયો વધારો
પાટણ: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં ફરી કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ મંગળવારે 40 કેસો નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો બીજી બાજુ જિલ્લાવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જ્યારે શહેરમાં 10 સહિત જિલ્લામાં નોંધાયેલા 40 કેસો સાથે કુલ આંક 2752 પર પહોંચ્યો છે.
પાટણ શહેરના અલગ અલગ વિસ્તારમાં નોંધાયા કેસ
પાટણ શહેરમાં નોંધાયેલા કેસોમાં ઘીવટા વિસ્તારમાં આવેલા ભંડારી પાડામાં, ગોલાપુર પોલીસ સ્ટેશન, ગણેશ નગર સોસાયટી,મહાલક્ષ્મીની પોળ, ગોદરનો પાડો, દેવ ક્રિષ્ના બંગ્લોઝ, માધવ સોસાયટી, બુકડી, વાગોળનો પાડો, આયામ બંગ્લોઝમાં એક એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત તાલુકાના સંખારી દુધારામપુરા રૂની અને કમલી વાડામાં એક એક કેસ નોંધાયો છે. ચાણસ્મા તાલુકાના દેલમાલ, મીઠીઘારીયાલ, પીંમ્પળ ધીણોજ, વડાવલી ઇસ્લામ્પુર એક એક, પલાસરમા 3, ઈટોદરામાં 2 મળી કુલ 11 કેસો નોંધાયા છે.
આ ઉપરાંત હારીજ તાલુકાના હારીજ અને સાંકળા 2, નાણા તેમજ દુનાવડામાં એક એક કેસ મળી કુલ 6 કેસો નોંધાયા છે. તો રાધાનપુરમાં 2, જાવંત્રી, ચારણકા, વારાહી, સિદ્ધપુર, અને ગુજરવાડામાં એક એક કેસ નોંધાયો છે. જ્યારે ઠંડી અને ગરમીની બેવડી નીતિ વચ્ચે કોરોનાએ ફરી કૂદકો મારતા આગામી દિવસોમાં કોરોના વધુ વકરે તો જિલ્લાવાસીઓના તહેવારો બગડે તેવું લાગી રહ્યું છે.