પાટણઃ શહેરમાં શનિવારે નોંધાયેલા 18 પોઝિટિવ કેશોમાં પારેવા સર્કલ પાસે વસુંધરા સોસાયટી, રોકડીયા ગેટ પાસે નરસિંહજીની ખડકી, પદ્મનાથ ચોકડી પાસે વેદ ટાઉનશીપ, બુકડીમાં મોદીની શેરી, મદારશામા વગોલનો પાડો, ગોલ્ડન ચોકડી પાસે દિવ્ય આશિષ સોસાયટી, સાલવીવાડો, મીરા દરવાજા ભીલવાસ, ટેલિફોન એક્સચેન્જ રોડ પર દેવી કૃપા સોસાયટી, માયા નગર સોસાયટી, ભૈરવ મંદિર પાસે શાંતિકુંજ સોસાયટી, કુમારપાળ સોસાયટી, જળચોક, અષ્ટવિનાયક એપાર્ટમેન્ટમાં એક-એક કેસ નોંધાયો છે. જ્યારે સુવિધાનાથ સોસાયટીમાં એકસાથે ચાર કોરોના પોઝિટિવ કેસ સાથે શહેરમાં શનિવારના રોજ વધુ 18 કેસ પ્રકાશમાં આવ્યા છે.
આ ઉપરાંત પાટણ તાલુકાના નોરતા ગામમાં 3, મીઠી વાવડીમાં 1, રાધનપુર શહેરમાં 5, સમીના ગુજરવાડામાં 1, હારીજ તાલુકાના એકલવામાં 1, સિધ્ધપુર શહેરમાં 3, ચાણસ્મા શહેરમાં 1,ધીણોજમાં 3, બ્રાહ્મણવાડામાં 1 અને સરસ્વતી તાલુકાના વાધી ગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
આ ઉપરાંત પાટણ શહેરના ગિયાના પાડામાં રહેતા 80 વર્ષીય પુરુષ પાટણ તાલુકાના ડેર ગામમાં રહેતી 65 વર્ષીય મહિલા તેમજ સિદ્ધપુર શહેરની બ્રાહ્મણીયા પોળમાં રહેતી 42 વર્ષીય મહિલાનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આમ પાટણ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે.