ETV Bharat / state

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં નવા 200 બેડ તૈયાર, પરંતુ ઓક્સિજન જ ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન

author img

By

Published : Apr 26, 2021, 7:56 PM IST

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને સારવારના અભાવે રોજ અનેક દર્દીઓ મોતનાં મુખમાં ધકેલાઈ રહ્યા છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના વેઈટિંગને દૂર કરવા માટે સત્તાધીશો દ્વારા વધુ 200 બેડ ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ ઓક્સિજનની અછતના કારણે આ બેડ છેલ્લા કેટલાક દિવસોથી શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં નવા 200 બેડ તૈયાર, પરંતુ ઓક્સિજન જ ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં નવા 200 બેડ તૈયાર, પરંતુ ઓક્સિજન જ ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન

  • હોસ્પિટલના ઓડિટોરિયમમાં 125 બેડ કરાયા હતા તૈયાર
  • હોસ્પિટલના અન્ય વિભાગોમાં પણ 90 બેડ ઉભા કરાયા હતા
  • ઓક્સિજનના અભાવે આ તૈયાર બેડ ઉપયોગમાં લઈ શકાતા નથી

પાટણ: ધારપુર હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બેડ ભરાઈ જતાં અન્ય દર્દીઓ 108 અને ખાનગી વાહનોમાં ગંભીર સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે રાહ જોઈને ઝોલા ખાઈ રહ્યા છે. જેમાંથી કેટલાક દર્દીઓના સારવારના અભાવે મોત પણ થયા છે. આ વિકટ પરિસ્થિતિને નાથવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા ઓડીટોરિયમ હોલમાં 125 બેડ તેમજ અલગ અલગ વિભાગોમાં ઓક્સિજનની પાઈપો સાથેના 90 મળીને કુલ 200થી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો નહીં મળતા આ બેડ સંપૂર્ણ તૈયાર હોવા છતાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.

ઓક્સિજન મળે તો મૃત્યુદર ઘટી શકે તેમ છે

ધારપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે નવા તૈયાર કરેલા 200 બેડ દર્દીઓના ઉપયોગમાં આવી શકતા નથી જેથી જિલ્લા વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવે તેવો જનમત ઉઠવા પામ્યો છે. રાજકીય આગેવાનો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ધારપુર સિવિલ હોસ્પિટલને વધારાનો ઓક્સિજનનો જથ્થો અપાવે તો આ બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઉપયોગમાં આવી શકે અને હાલમાં લાઈનમાં ઉભેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે અને મૃત્યુઆંક પણ ઘટી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.