- માજી સૈનિકોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
- જિલ્લાના માજી સૈનિકો નવ વર્ષથી ખેતીની જમીન થી રહ્યા છે વંચિત
- જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વર્ષ ૨૦૧૨ પછી જમીન માટે કરાઇ નથી કાર્યવાહી
પાટણ : દેશના જવાનો ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સરહદોની સુરક્ષા કરે છે. જ્યારે તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય છે, ત્યારે સરકાર દ્વારા સૈનિકોને તેમના વતનમાં જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવામાં આવે છે. પરંતુ પાટણ જિલ્લામાં વર્ષ 2012 પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માજી સૈનિકો માટે ખેતીની જમીન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે જિલ્લાના 200થી વધુ માજી સૈનિકોને જીવન નિર્વાહ કરવામાં મોટી હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સોમવારે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના આગેવાનો અને સૈનિકો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવામાં આવે તેવી માંગ કરી હતી
રાજ્ય સરકાર પણ શહીદ પરિવારોને એક કરોડની સહાય આપે
આ ઉપરાંત શહિદ પરિવારને ભારત સરકાર દ્વારા જે રીતે 1 કરોડની સહાય તેમજ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે .છે તેવી જ રીતે રાજ્ય સરકાર પણ શહીદ પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપે તેમજ વર્ગ 1 થી 4 સુધીની ભરતી પ્રક્રિયામાં માજી સૈનિકોને અપાતી અનામતનો ચુસ્ત અમલ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.