પાટણમાં ATM મશીનમાંથી પૈસા ઉપાડવા ગયેલા લોકોને નિશાન બનાવી છેતરપીંડીથી પૈસા ઉપાડનાર બે ઠગ ઈસમોને LCBએ ઝડપી પાડ્યા હતા. ATMમાં આવેલા લોકોને ભોળવી લઈ પહેલા આ શખ્સ પાસવર્ડ જાણી લેતા હતા અને યુક્તિપૂર્વક ATM કાર્ડ બદલી નાખી, રૂપિયા ઉપાડી લેતા હતા. જે બાબતની ફરિયાદ નોધાતા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનાની તપાસ LCBને સોંપવામાં આવતા પોલીસે બાતમીના આધારે બંને લેભાગુ શખ્સોને શહેરના વેરાઈચકલા વિસ્તારમાંથી ઝડપી પડ્યા હતા. વધુ તપાસ હાથ ધરતા અન્ય છ જેટલા ગુનાઓની કબુલાત કરી હતી. હાલમાં આ બંને શખ્સને પાટણ શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ ઈસમો પહેલા ATMની બહાર ઉભા રહી જે કોઈ લોકોને પૈસા ઉપાડવામાં તકલીફ પડતી હોય તો તેઓ મદદ કરવાના બહાને અંદર જતા હતા અને બાદમાં ATM મેળવી લઈ તેનો પાસવર્ડ જાણી યુક્તિપૂર્વક ડુપ્લીકેટ કાર્ડ આપી જતા રહેતા હતા અને ત્યારબાદ અન્ય ATM મશીનમાંથી પૈસા ઉપાડી લેતા હતા.