ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના 155 પોઝિટિવ કેસ નોંધાયા - Gujarat News

પાટણ જિલ્લામાં સતત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા છે. જેને લઈને શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં 200 કેસ નોંધાયા બાદ શનિવારે જિલ્લામાં 155 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Patan News
Patan News
author img

By

Published : May 1, 2021, 11:00 PM IST

  • પાટણ જિલ્લામાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા
  • છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
  • જિલ્લામાં કુલ પોઝીટીવ આંક 8,505 પર પહોંચ્યો

પાટણ: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું જતાં હવે ઉછાળારૂપ કેસને પગલે કોરોનાની બીજી લહેર ગંભીર સ્થિતિ ભણી આગળ વધી રહી છે. રોજેરોજ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા કોરોનાના કેસથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે શનિવારે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા છે. જેને લઈને શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં 200 કેસ નોંધાયા બાદ શનિવારે જિલ્લામાં 155 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 38 કેસ પાટણ શહેરમાં છે.

પાટણ
પાટણ જિલ્લામાં કોરોનાના 155 પોઝિટિવ કેસ નોંધાયા

આ પણ વાંચો : પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો

કોરોના પોઝિટિવ કેસને લઇને તંત્ર દોડતું થયુ

પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 27, ચાણસ્મા તાલુકામાં 10, રાધનપુર શહેરમાં 3, તાલુકામાં 5, સિધ્ધપુર શહેરમાં 17 અને તાલુકામાં 15, હારીજ શહેરમાં 3 અને તાલુકામાં 6, સાંતલપુર નગરમાં 2 અને તાલુકામાં 3, સરસ્વતી તાલુકામાં 17, સમી નગર 3 અને તાલુકામાં 4 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : પાટણમાં રસીકરણ કેન્દ્રો પર લાગી લાઈનો

લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 8,505 ઉપર પહોંચ્યો છે, જ્યારે પાટણ શહેરમાં કુલ 3,434 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે. તો 486 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે, જ્યારે કોરોના પોઝિટિવ 288 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 1,344 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. આમ કોરોનાની બીજી લહેરે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને પણ લપેટમાં લેતા લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેમ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.