- જિલ્લામાં 134 કોરોના પોઝીટીવ કેશ નોંધાયા
- શહેરમાં પોઝિટિવ દર્દીઓનો આંક 1723 પર પહોચ્યો
- વધતા જતા કોરોના કેસોને લઇને શહેરીજનોમાં ભયનો માહોલ
પાટણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરોનાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ હોય તેમ એક પછી એક નવા રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. મંગળવારે, 114 કેસ, બુધવારે 122 કેસ, ગુરુવારે 109 અને શુક્રવારે 134 કેસ નોંધાયા છે. પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એકી સાથે નવા 47 કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્રની દોડધામ ચાલુ થઈ હતી. આથી, શહેરીજનોમાં પણ કોરોનાને લઈને ભય ફેલાયો છે. પાટણ શહેર ઉપરાંત ચાણસ્મા તાલુકામાં 11, રાધનપુર તાલુકામાં 1, સિધપુર શહેરમાં 4 અને તાલુકામાં 7, હારીજ શહેરમાં 8 અને તાલુકામાં 2, સાંતલપુર તાલુકામાં 4, સરસ્વતી તાલુકામાં 10 અને સમી તાલુકામાં 16 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા
જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના નો ફુંફાડો
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવાની તાતી જરૂરિયાત સેવાઈ રહી છે. આમ, જો ગામડાઓમાં કોરોના વિસ્ફોટ ગતિએ ફેલાશે તો તેને કાબુ કરવો મુશ્કેલ બનશે. ધારપુર મેડિકલ કોલેજ ખાતે પણ મોટી સંખ્યામાં કોરોના ના દર્દીઓને સારવાર અપાઈ રહી છે. પાટણના કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદમાં પણ સારવાર લઈ રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
આ પણ વાંચો: પાટણના સાંસદ થયા કોરોના સંક્રમિત