- જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9561 થઈ
- પાટણ શહેરમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા
- પાટણ શહેરમાં પોઝિટિવ આંક 3843
પાટણઃ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 24 કલાકમાં નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી સોમવારે નોંધાયેલા નવા 12 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3843 થઈ છે.
ક્યા તાલુકામાં નવા કેટલા કેસ નોંધાયા
પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 18, ચાણસ્મા તાલુકામાં 4, સિદ્ધપુર શહેરમાં 7 અને તાલુકામાં 25, હારીજ શહેરમાં 2 અને તાલુકામા 2, સાંતલપુર તાલુકામાં 14, સરસ્વતી તાલુકામાં 11, સમી તાલુકામાં 9, શંખેશ્વર શહેરમાં 5 અને તાલુકામાં 10, રાધનપુર તાલુકામાં 2 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 9561 ઉપર પહોંચ્યો છે. જયારે પાટણ શહેરમાં કુલ 3843 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
આ પણ વાંચોઃ પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા 1ના ટોકન દરે શબવાહિની સેવા શરૂ કરાઈ
784 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં
જિલ્લામાં 335 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે. જયારે કોરોના પોઝિટિવ 306 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 784 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. પાટણ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમા સિદ્ધપુર તાલુકામાં 25 કેસ નોંધાયાં છે.