ETV Bharat / state

પાટણ જિલ્લામાં સતત આઠમા દિવસે કોરોનાની સદી: નવા 104 કેસ નોંધાયા

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સોમવારે પાટણ જિલ્લામાં 104 કેસ નોંધાયા છે. રવિવારે શહેરમાં 51 કેસ નોંધાયા બાદ સોમવારે 61 કેસો નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. 12 એપ્રિલે પણ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5,677 ઉપર પહોંચી છે.

સતત આઠમા દિવસે નવા 104 કેસ નોંધાયા
સતત આઠમા દિવસે નવા 104 કેસ નોંધાયા
author img

By

Published : Apr 12, 2021, 9:31 PM IST

  • સતત આઠમા દિવસે નવા 104 કેસ નોંધાયા
  • શહેરમાં 61 નવા કેસ સાથે કુલ આંક 1,892 પર પહોંચ્યો
  • જિલ્લાનો કુલ આંક 5,677 થયો

પાટણ: જિલ્લામાં છેલ્લા સાત દિવસથી કોરોનાના 100 ઉપરાંત કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે સતત આઠમા દિવસે કોરોનાના જિલ્લામાં કુલ 104 કેસો નોંધાયા છે. તેમાંય પાટણ શહેરમાં સૌથી વધુ 61 કેસ નોંધાયા છે. શહેરની સોસાયટી વિસ્તારોમાં કોરોના બેકાબુ બન્યો છે. જિલ્લાભરમાં પણ અલગ-અલગ તાલુકા વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યારે ધારપુરની મેડિકલ હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા દર્દીઓની સંખ્યા જોતા અલાયદી વ્યવસ્થા ગોઠવાઇ છે.

જિલ્લાનો કુલ આંક 5,677 થયો
જિલ્લાનો કુલ આંક 5,677 થયો

આ પણ વાંચો: પાટણમાં સતત પાંચમા દિવસે પણ કોરોનાની સદી: 118 કેસ નોંધાયા

સબરીમાલા હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ઉભી કરી

શહેરની સબરીમાલા હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 1,892 પર પહોંચ્યો છે. તેમ છતાં સોમવારના રોજ શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જામી હતી. કોઇ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો અમલ જણાતો નહોતો. કેટલાય લોકો માસ્ક વિના આમતેમ ફરતા જોવા મળ્યા હતા. એક તરફ તંત્ર લોકોને સરકારી ગાઇડ લાઇનનું પાલન કરાવવા સમજાવી રહ્યું છે. તેમ છતાં હજુ પણ લોકો સચેત બનતા નથી. ત્યારે આવી મહામારીમાં લોકોએ સચેત રહી બીજાને પણ સચેત રાખવાની જરુર છે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં કોરોનાનો આંકડો 1,700ને પાર, 11 એપ્રિલે 30 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પણ કોરોનાએ લીધા લપેટમાં

પાટણ શહેર ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં 18 કેસ, ચાણસ્મા શહેરમાં બે અને તાલુકામાં 4 કેસ, સમી નગરમાં 2 અને તાલુકામાં 2 કેસ નોંધાયા છે. રાધનપુર શહેરમાં 4 અને તાલુકામાં 3 જ્યારે સિદ્ધપુર તાલુકામાં 2 કેસ, સરસ્વતી તાલુકામાં 1 કેસ, હારિજ શહેરમાં 1 અને તાલુકામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે સાંતલપુર નગરમાં 2 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.