માનવજીવનમાં રક્તનું ખૂબ જ મહત્વ છે. ત્યારે 14મી જૂનના દિવસે વિશ્વ રકતદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. રકતદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા ગોધરા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સંચાલિત બ્લડબેન્ક ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં અહીં પ્રાથમિક સારવારના અભ્યાસ ક્રમની તાલીમ લેવા આવતા વિદ્યાર્થીઓને રકતદાનના મહત્વ વિશે રેડક્રોસના મધ્ય ગુજરાતના કન્વિનર કિશોરીલાલ ભાયાણીએ વિગતે માહિતી આપી રકતદાન કરવા અપીલ કરી હતી.
ગોધરા શહેરના નાગરિક અને સામાજિક કાર્યકર હોતચંદ ધમવાનીએ 130મી વખત રકતદાન કરી અનોખો સંદેશ સમાજમાં આપીને રકતદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે વાઇસ ચેરમેન અજીતસિંહ ભાટી, કૉમર્સ કૉલેજના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી, સહિતના લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.