પંચમહાલઃ ગોધરા શહેરમાં ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેકટ (vedio intergrtion and stete wild advansce security)હેઠળ કેમેરા શહેરના વિવિધ વિસ્તારોમાં મુકવામા આવ્યા છે. આ કેમેરાથી ટ્રાફિક નિયમોના ભંગ કરનારા સામે વોચ રાખવા માટે, તેમજ માર્ગો પર થતા તેમજ ચાલુ વાહને થતા ગુનાખોરીનું પ્રમાણ અટકવામાં માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
ગોધરા શહેરના મહત્વના ગણાતા બસ સ્ટેશન વિસ્તાર, સિવિલ લાઇન્સ રોડ, ભુરાવાવ વિસ્તાર, સહિતના તેમજ શહેરમાં પ્રવેશવાના તેમજ બહાર જવાના મહત્વના 31 જેટલા સ્થળો ઉપર 296 જેટલા કેમેરા મુકવામાં આવ્યા છે. આ કેમેરાની અંગેની વાત કરવામાં આવે, તો અહીં ત્રણ પ્રકારના કેમેરા મુકવામા આવ્યા છે.
![watch-the-police-ejaculate-from-the-camera-under-the-trust-project-in-godhra-city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pml-1-wishvas-project-avb-7202743_06022020164841_0602f_01626_46.jpg)
![watch-the-police-ejaculate-from-the-camera-under-the-trust-project-in-godhra-city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pml-1-wishvas-project-avb-7202743_06022020164841_0602f_01626_592.jpg)
જેમાં સર્વેલન્સ કેમેરા, ANPR કેમેરા, PTZ કેમેરા મુકવામા આવ્યા છે. આ અત્યાધુનિક ટેકનોલોજી વાળા કેમેરા છે. આ તમામ કેમરાનું ઓપરેટીંગ માટે એક કમાન્ડ અને કન્ટ્રોલ રૂમ બનાવામાં આવ્યો છે. અહીં પંચમહાલ પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા તેનું રાઉન્ડ ધ ક્લોક 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે.
આ અંગે પંચમહાલ જિલ્લા DYSP રમેશ દેસાઈ જણાવે છે કે, આ કેમેરા હાઈડેફિનેશન અને હાઈ રિઝોલ્યુશન વાળા છે. ટ્રાફિક નિયમન તેમજ ગોધરા શહેરમાં બનતા બનાવોના બાબતે આ કેમેરા પોઈસને સતત ઉપયોગી થઈ પડે છે. અત્યાર સુધી ગુનાઓના ભેદ પણ આ કેમેરાની મદદથી ઉકેલાયા છે.