શહેરા તાલુકા સેવા સદન ખાતે યોજાયેલા વિધવા સહાય કેમ્પનું ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમનાં અધ્યક્ષ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગરીબ વિધવા બહેનોની વેદના દૂર કરી છે, રાજ્ય સરકારે સરકારી યોજનાઓના લાભ સીધેસીધા લાભાર્થીને પહોંચે તે માટે વચેટિયા દલાલોને દૂર કર્યા છે.
સોમવારે શહેરાની સાથે મોરવા(હ) તાલુકામાં પણ વિધવા સહાયના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 7194 અને મોરવા(હ) તાલુકામાં 2701 વિધવા સહાય મંજુરી હુકમ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જીગ્નેશભાઈ પાઠકે શાબ્દિક સ્વાગત, અને આભાર દર્શન શહેરાના મામલતદાર મેહુલભાઈ ભરવાડે કર્યું હતું. વિધવા સહાય કેમ્પમાં તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન બારીયા, શહેરા નગરપાલિકા પ્રમુખ સ્નેહાબેન શાહ, TDO મગનભાઇ પટેલિયા તેમજ લાભાર્થી બહેનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.