પંચમહાલ લોકસભા બેઠક માટે હવે ચૂંટણી જંગ બરાબર જામ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા પોતાપોતાની રીતે દિવસ અને રાત્રિ સભાઓ થકી પ્રયાસો કરી રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર પણ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે બાબતે સજ્જ છે. ગોધરામાં મોડી રાત્રે આંગડીયા પેઢીમાં વડોદરા IT વિભાગ અને પંચમહાલ લોકસભા ચૂંટણી આચારસંહિતા ખર્ચ નિરીક્ષક દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાવા પામ્યો હતો. ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારની એચ. રમેશચંદ્ર અને પટેલ માધવલાલ મગનલાલ નામની 2 આંગડીયા પેઢીમાં ચૂંટણી માટે થતી નાણાંકીય હેરાફેરીની શંકાને લઇ મોડી રાત્ર સુધી આ આંગડીયા પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલની 2 આંગડીયા પેઢીમાં IT દ્વારા કરાયો સર્વે
પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે આંગડીયા પેઢીમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. હાલ ચૂંટણીનો માહોલ હોવાના કારણે ઘણીવાર નાણાકીય હેરફેર રાજકીય પક્ષો દ્વારા થતી હોય છે.