ETV Bharat / state

બાલાસિનોરથી ગઢના મુવાડાનો રસ્તો બિસ્માર હાલતમાં રહેતા ગ્રામજનો મૂશ્કેલીમાં

author img

By

Published : May 29, 2021, 8:56 AM IST

Updated : May 29, 2021, 10:07 AM IST

ચોમાસા આવતા પહેલા જ રસ્તાઓની હાલત ખરાબ થવા લાગી છે. બાલાસિનાર તાલુકાનું અંતર્યાળ ગામ ગઢના મુવાડાના રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

xx
બાલાસિનોરથી ગઢના મુવાડાનો રસ્તો બિસ્માર હાલતમાં રહેતા ગ્રામજનો મૂશ્કેલીમાં
  • અનેકવાર રજૂઆતો કરી છતાં છેલ્લાં 8 વર્ષથી આ રસ્તો ઉબડખાબડ
  • ગ્રામજનોને 108ની સેવાનો લાભ સમયસર મળતો નથી
  • 11 કિ.મી.નું અંતર કાપવા 45 મિનિટનો સમય લાગે છે

બાલાસિનોર: તાલુકાના અંતર્યાળ વિસ્તારમાં ગઢના મુવાડા ગામમાં જવાનો રસ્તો હાલમાં બિસ્માર હાલતમાં બન્યો છે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરાતાં છેલ્લાં 7 વર્ષથી આ રસ્તો ઉબડખાબડ રહેતા બિમાર વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય કામ અર્થે ગ્રામજનોને અવરજવર માટે હાલાકી ભોગવવી પડી રહી છે.

ખરાબ રસ્તાને કારણે અનેક મુશ્કેલી

છેલ્લાં 8 વર્ષથી આ રસ્તો ઉબડખાબડ રહેતા રસ્તા પરથી પસાર થતાં ગ્રામજનોને અવરજવર માટે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ ગ્રામજનોને બિમારીના સમયમાં 108ની સેવાનો લાભ સમયસર મળતો નથી. ગઢના મુવાડા ગામથી બાલાસિનોર જવા 11 કિ.મી.નું અંતર છે જે રસ્તો ખરાબ હોવાના કારણે આ રસ્તો કાપવા 45 મિનિટનો સમય લાગે છે. જેના કારણે કેટલાક બિમાર દર્દીઓ હોસ્પિટલમાં પહોંચતા સુધીમાં ગંભીર પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સમયસર સ્કૂલમાં પહોંચી શકાતું નથી.

આ પણ વાંચો : આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાઓથી લોકો પરેશાન

અનેક વાર રજૂઆત

ગઢના મુવાડાના ભૂપત સોલંકી તેમજ નટવરપુરાના હરિભાઈ જણાવે છે કે, રસ્તાને લઈ અમે મામલતદાર, તાલુકા પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરી છે. અમારા વિસ્તારમાં 4 ડેલીકેટ અને 5 સરપંચો હોવા છતાં રસ્તા બાબતે કોઈ નિકાલ થતો નથી. જેથી તંત્ર ગંભીરતાથી આ બાબતને ધ્યાનમાં લઈ અને રસ્તાનું નિર્માણ કાર્ય જલ્દી કરાવે તેવી અમારી માગ છે.

Last Updated : May 29, 2021, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.