- ગોધરાના રાજકારણમાં ઉથલપાથલ
- ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ હતી પાલિકાની ચૂંટણી
- શુક્રવારે ભાજપે મેળવી સત્તા
પંચમહાલ: ફેબ્રુઆરી મહિનામાં ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 11 વોર્ડની 44 બેઠકો પૈકી ભાજપને 18, અપક્ષને 18, કોંગ્રેસને 1 અને AIMIMને 7 બેઠકો મળી હતી. સ્પષ્ટ બહુમતી ન મળતાં સત્તા મેળવવા માટે અપક્ષ તેમજ AIMIMના સભ્યોનો સહકાર ફરજીયાત બન્યો હતો. આ વચ્ચે AIMIMના 7 સભ્યોને સાથે રાખીને અપક્ષ દ્વારા ગોધરા નગરપાલિકામાં સત્તા મેળવવામાં આવી છે.
તમામ સમિતી પર કબ્જો
થોડા સમય અગાઉ ગોધરા ખાતે મળેલી સામાન્ય સભામાં ભાજપે તમામ સમિતિઓ પર કબ્જો મેળવ્યો હતો.જેમાં પાલિકા પ્રમુખ સંજય સોની હાજર રહ્યા નહોતા અને ભાજપને કોર્ટમાં લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાની વાતો વહેતી થઈ હતી.જો કે આજે આ રાજકીય ખેલનો શુક્રવારે સુખદ અંત આવ્યો હતો.અને ભાજપ સામે થયેલા પાલિકા પ્રમુખ આજે વિધિવત ભાજપ સાથે જોડાયા હતા.
આ પણ વાંચો: મોરવા હડફના ભાજપ ધારાસભ્ય નિમિષા સુથારને હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું
ફરી જોડાયા ભાજપમાં
ગોધરા ખાતે આવેલ કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અસ્વીન ભાઈ પટેલ ,ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી અને બીજા અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં લીલીયો ખેસ અને અપક્ષ સાથેનો સાથ મૂકી કેસરિયો ધારણ કર્યો હતો અને ભાજપે નગર પાલિકામાં પોતાની સતા મેળવી છે.