પંચમહાલઃ જિલ્લાના શહેરામાં આવેલા તાલુકા પંચાયત કચેરીના નવીન મકાનનું ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમને દીપપ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત, સાંસ્કૃતિક ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું કડું, પાઘડી પહરાવીને સાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, અગાઉ જૂની તાલુકા પંચાયતના કચેરીમાં ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. સરકાર દ્રારા અગાઉ નવીન તાલુકા સેવાસદન,બસ સ્ટેશન સહિતની સુવિધાઓ તાલુકાવાસીઓ પુરી પાડવામાં આવી છે. ત્યારે અઢી કરોડના ખર્ચે બનેલી નવીન તાલુકા પંચાયતની કચેરી બનાવામાં આવતા અહીં એક જગ્યાએથી લોકોને વિવિધ સરકારી સેવાનો લાભ મળી રહેશે.
તાલુકાપંચાયતની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સહયોગ બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે મામલતદાર મેહુલ ભરવાડ, પ્રાંત અધિકારી જય બારોટ,તાલુકા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક સહિત રાજકીય આગેવાનો,હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.