પંચમહાલઃ કહેવાય છે કે પ્રેમ આંધળો છે. આવો જ એક કિસ્સો પંચમહાલમાં જોવા મળ્યો છે જેમાં માસી અને ભાણેજને પ્રેમ થઈ ગયો હતો અને લગ્ન સુધી વાત પહોંચી હતી. જે બાદમાં 181 અભયમની ટીમે પવિત્ર સંબંધનું ભાન કરાવતા મામલો થાળે પડ્યો હતો.
બદલાતા સમયમાં લોકોને પ્રેમનું વળગણ વધતું જોવા મળ્યું છે. ક્યાંક વેવાઈ અને વેવાણ ભાગી ગયાના કિસ્સા સામે આવ્યા હતા તો ક્યાંક ભાભી અને દિયરના પ્રેમ સબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એક ગામમાં માસી અને ભાણેજને પ્રેમ થઇ જતા માસી ભાણાના પવિત્ર સંબંધ ભૂલીને પતિ પત્ની થવા જઈ રહ્યા હતા.
ભાણેજ અને માસી વચ્ચે નિકટતા આવી અને બન્ને વચ્ચેના સંબંધો પ્રેમના ફૂલ ખીલ્યા અને બન્નેએ ભાગી જઈને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતે અને બંન્ને પ્લાન મુજબ ભાગી પણ ગયા હતા. આ વાતની જાણ પરિવારને થતા પરિવાર શોધ ખોળ કરી બન્નેને પકડી લાવ્યા પણ એક બીજાના પ્રેમમાં ગળાડૂબ બનેલા આ પ્રેમી પંખીડાઓ માનવા માટે રાજી જ ન હતા.
છેવટે આ મામલો 181 અભયમની ટીમ સુંધી પહોંચ્યો અને અભયમ દ્વારા બન્નેના સબંધો વિશે માહિતી આપી તેમના મનનમાં ફૂટેલા પ્રેમના બીજને ડામી દીધા અને એક માસી અને ભાણેજના પવિત્ર સંબંધને ખરાબ થતા બચાવી લેવમાં આવ્યા હતા.