ETV Bharat / state

ગોધરા વેપારી મંડળે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી લીધો મોટો નિર્ણય

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે ગોધરા વેપારી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોધરા વેપારી મંડળની બેઠકમાં દુકાનો સવારના 8થી સાંજના 4 કલાક સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ખરીદી કરવા આવતા લોકોએ માસ્ક ફરજીયાત પહેંરવાનું રહેશે માસ્ક વગર સામાન આપવામાં નહીં આવે તેવો નિર્ણય પણ આ બેઠકમાં કરાયો છે.

કોરોના
કોરોના
author img

By

Published : Jul 10, 2020, 6:35 PM IST

પંચમહાલઃ કોરોનાના વધતા કેસોને કારણે વેપારી વર્ગ પણ કોરોના વોરિયસની ભૂમિકા નીભાવી રહ્યા છે. ત્યારે ગોધરાના વેપારી વર્ગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે તકેદારીના પગલાં લીધા છે. ગોધરા વેપારી મંડળે આ અંગે જિલ્લા પ્રસાશનને જાણ કરી હતી. વેપારીઓ પ્રજાને સહકાર આપવા માટે આહ્વાન કરી રહ્યા છે. તેમજ વેપારીઓની મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેતા નક્કી કર્યું કે, કોઈ પણ ગ્રાહક માસ્ક વગર વસ્તુ લેવા આવશે, તો તેને સામાન આપવામાં આવશે નહીં.

પંચમહાલ કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 45
  • કોરોના પરિક્ષણ- 7493
  • સ્વસ્થ થયેલા દર્દી- 164
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 1455
  • કુલ મૃત્યુ- 15

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે વેપારી એસોસિએશને એક મહત્વનો નિર્ણય લીધો છે. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને દરેક વેપારીઓએ પોતાની દુકાનો ખોલવા માટેનો સમય સવારના 8થી સાંજના 4 કલાક સુધીનો રાખ્યો છે. આ બાબતે ગોધરા વેપારી મંડળે જિલ્લા પ્રસાશનને પણ જાણ કરવામાં આવી છે.

ગોધરા વેપારી મંડળે નક્કી કર્યું છે કે, માસ્ક વગર ખરીદી કરવા આવતા ગ્રાહકોને માલ સામાન આપવો નહીં એટલે તમામ લોકો અગમચેતીના ભાગના રૂપે ફરજીયાત પણે માસ્ક પહેરે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ગોધરા વેપારી મંડળે હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં વેપારી વર્ગને સહકાર આપવા માટે પ્રજાને આહ્વાન કર્યું છે.

ગોધરા વેપારી મંડળ દ્વારા આગામી 17, 18 અને 19 જુલાઈના રોજ દુકાનો સંપૂર્ણ બંધ રાખવાની વિચારણા પણ ચાલી રહી છે. કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પંચમહાલના વેપારીઓનો આ નિર્ણય સરાહનીય છે અને પ્રસાશને ગોધરા વેપારી મંડળની પ્રસંશા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.