ETV Bharat / state

પાવાગઢમાં ફરવા આવેલી વિદ્યાર્થીને ટીકટોક વીડિયો બનાવવું પડ્યું ભારે

પંચમહાલ: જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢના દર્શનાથે આવેલી એમ.એસ.યુનિર્વસીટીની એક વિદ્યાર્થીને ભદ્રકાલી માતાના મંદિર પાસે ટીકટોક વીડિયો શુટ કરવું ભારે પડ્યું હતું.

પાવાગઢમાં ફરવા આવેલી વિદ્યાર્થીને ટીકટોક વીડિયો બનાવવું પડ્યું ભારે
author img

By

Published : Jul 29, 2019, 2:48 AM IST

પાવાગઢ ખાતે રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, વધુમાં ચોમાસામાં પાવાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠતું હોય છે. ત્યારે આ સૌંદયને માણવા આવેલા વડોદરાના એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ધ્વનિ ચોક્સી જે માંચીથી ઉપર ગઈ હતી. ભદ્રકાલી માતાના મંદિર પાસે આવેલા એક કિલ્લા પાસે સાંજના સમયે ઉભા રહીને ટીકટોક વીડિયો શુટ કરવા જતા ખાડામાં ખાબકી હતી.

ત્યારબાદ બુમાબુમ કરતા અને આસપાસના સ્થાનિકોને જાણ થતા દોડી આવ્યા હતા. તેમજ તેને ખાડામાંથી કાઢીને 108 દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં ધ્વનિનો પગ ફેક્ચર થયો હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાવાગઢના ડુંગર ઉપર આ પહેલા પણ આ રીતે ખાડામાં તેમજ ખીણમા પડી જવાના બનાવો બન્યા છે. ત્યારે, આવી જોખમી જગ્યાઓ પર તંત્ર દ્વારા સુચનબોર્ડ કે પછી પ્રતિબંધ મુકવા અંગે વિચારે તે જરૂરી છે. આજકાલ સોશિયલ મિડીયામાં સેલ્ફી અને ટીકટોકની ઘેલછાનું વળગણ યુવાવર્ગ માટે જોખમકારક પણ સાબિત થઇ રહ્યું છે.

Intro:

પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા પાવાગઢના દર્શનાથે આવેલી એમ.એસ.યુનિર્વસીટીની એક વિદ્યાર્થીને ભદ્રકાલી માતાના મંદિર પાસે ટીકટોક વિડીઓ શુટ કરવૂ ભારે પડ્યુ હતુ જેમા વિડીયો શુટ કરતા પગ લપસતા દસ ફુટ જેટલા ઉંડા ખાડામા ખાબકતા પગ ફ્રેકચર થવા પામ્યો હતો.સદનસીબે સ્થાનિકોની મદદથી વિદ્યાર્થીનીને ખાડામાથી બહારકાઢી ૧૦૮ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.

Body:પાવાગઢ ખાતે આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે,વધુમાં ચોમાસામા પાવાગઢનુ પ્રાકૃતિક સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠતુ હોય છે.ત્યારે આ સૌદયને માણવા આવેલા વડોદરાના એમ.એસ.યુનિમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીઓના ગ્રુપની એક વિદ્યાર્થીની ધ્વનિ
ચોકસી જે માંચીથી ઉપર જતા ભદ્રકાલી માતાના મંદિર પાસે આવેલા એક કિલ્લા પાસે સાંજના સમયે ઉભા રહી જઈ ટીકટોક વિડીઓ શુટ કરવા જતા ખાડામાં ખાબકી હતી.ત્યારબાદ બુમાબુમ કરતા અને આસપાસના સ્થાનિકોને જાણ થતા દોડી આવ્યા હતા.અને ત્યારબાદ ધ્વનિને ખાડામાંથી કાઢવામા આવી હતી.અને માંચી સુધી લાવીને ૧૦૮દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ધ્વનિનો પગ ફેકચર થયો હોવાનુ જાણવા મળ્યુ છે.

Conclusion:
અત્રે ઉલ્લેખનીય છેકે પાવાગઢના ડુંગર ઉપર આ પહેલા પણ આ રીતે ખાડામા તેમજ ખીણમા પડી જવાના બનાવો બન્યા છે.ત્યારે આવી જોખમી જગ્યાઓ ઉપર તંત્ર દ્વારા સુચનબોર્ડ કે પછી જવાનો પ્રતિબંધ મુકવા અંગે વિચારે તે જરુરી છે. આજકાલ સોશિયલ મિડીયામાં પહેલા સેલ્ફી અને ટીકટોકની ઘેલછાનૂ જાણે વળગણ યુવાવર્ગ માટે જોખમ કારક પણ સાબિત થઇ રહ્યુ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.