પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી આવેલી છે. જે 5 જિલ્લા પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં આવેલી કૉલેજો સાથે સંલગ્ન છે. મધ્યગુજરાત માટે આ યુનિવર્સિટી આશિર્વાદ સમાન ગણાય છે. અહીંના વિદ્યાર્થીઓને PHDનો અભ્યાસ કરવા માટે તેઓને અમદાવાદ, વડોદરા, સુરત જવું પડતું હતું. ત્યારે યુનિવર્સિટીમાં PHDનો અભ્યાસક્રમ શરૂ થાય તેની માંગને લઇને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી પ્રથમ વખત PHD અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે.
એજ્યુકેટીવ અને એકેડેમિક કાઉન્સિલ દ્રારા આ કોર્ષ મંજુર કરવામાં આવ્યો છે. વધુમાં રોસ્ટર પ્રમાણે એડમિશન આપવામાં આવશે. આગામી 30 જૂન સુધીમાં 70 જેટલા અધ્યાપકોને ગાઈડ શીપ આપી દેવામાં આવશે અને જુલાઇ થી ડિસેમ્બર સૂધી તમામ કાર્યવાહી પુરી થાય બાદ 300 જેટલા વિદ્યાર્થીઓ જાન્યુઆરી મહિના સુધી વિધાર્થીઓ સંશોધન કરતા થઈ જશે. આ PHD માટે વિષયો પણ નકકી કરવામાં આવ્યા છે. જેમાં દલિત સાહિત્ય, આદિવાસી સાહિત્ય,અર્થશાસ્ત્ર, કોમર્સ, ઉદ્યોગો, સામાજિક પ્રદાન સહિતના વિષયોને આવરી લેવામાં આવશે. આથી PHD કરનારા વિધાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.