ETV Bharat / state

Panchmahal: નાડા ગામે યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા

નાડા ગામમાં રહેતા અરવિંદ બારીઆને ગામની યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. સમાજ તેમના પ્રેમને સ્વીકારે નહીં તેઓ ડર હોવાથી બંન્નેએ ફાની દુનિયાને અલવિદા કરવા શનિવારની રાત્રિએ નાડા ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તેઓ મળ્યા હતા. પ્રાથમિક શાળાના પહેલા માળે લોખંડની પાઇપ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને એક બીજાને એક થવા માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતુ.

પંચમહાલના નાડા ગામે યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા

author img

By

Published : Jul 5, 2021, 1:44 PM IST

  • અરવિંદ બારીઆને ગામની યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા
  • રાત્રિએ નાડા ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તેઓ મળ્યા
  • ગળેફાંસો ખાઈને એક બીજાને એક થવા માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું

પંચમહાલ: નાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સ્થાનિક ગામના યુવાન યુવતીએ દોરડા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. પોલીસ સ્થળ પર પહોચી જઈને બંન્નેના મૃતદેહને નીચે ઉતારી PM અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવને લઇને શાળા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

લોખંડની પાઇપ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાધો

નાડા ગામમાં રહેતા અરવિંદ બારીઆને ગામની યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. આ બંન્નેને એમ હતુ કે, સમાજ તેમના પ્રેમને સ્વીકારે નહીં તેઓ ડર હોવાથી બંન્નેએ ફાની દુનિયાને અલવિદા કરવા શનિવારની રાત્રિએ નાડા ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તેઓ મળ્યા હતા. પ્રાથમિક શાળાના પહેલા માળે લોખંડની પાઇપ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને એક બીજાને એક થવા માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતુ. જ્યારે રવિવારની સવારમાં શાળા પાસેથી પસાર થતા સ્થાનિક ગ્રામજનને બંને પ્રેમી પંખીડાના મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળતા તેઓએ બૂમાબૂમ કરી મુકી હતી.

આ પણ વાંચો: સુરત ફાયર વિભાગના જવાનનો પૂર્ણા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા

આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા

આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા. ગામના જાગૃત નાગરિક દ્વારા બનેલા બનાવની જાણ તાલુકા પોલીસ મથક ખાતે કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ સ્ટાફ શાળા ખાતે પહોંચી જઈને તપાસનો દોર શરૂ કર્યો હતો.

આ પણ વાંચો: પાટણના Sidhdhi Sarovarમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસ તંત્ર દ્વારા બંને પ્રેમી પંખીડાના મૃતદેહને સ્થાનિક લોકોની મદદથી નીચે ઉતારીને PM અર્થે તાલુકા બ્લોક હેલ્થ કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા. હાલ આ બનાવને લઇને સ્થાનિક ગામ સહિત તાલુકા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી સાથે કયા કારણસર આત્મહત્યા કરી કે પછી આ બંન્નેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.