ETV Bharat / state

બસપા પાર્ટીના પ્રભારી કોંગ્રેસ પાસે આર્થિક સહાયની માગ સાથે ઉપવાસ પર ઉતર્યા

પંચમહાલઃ વર્ષો પહેલા કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે પૂજાભાઈ વણકરે તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની હાર થતા આઘાત લાગતા આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેમના પુત્ર પ્રફુલભાઈએ આર્થિક સહાયની માગણી કરી હતી, પરંતુ કોઇ સહાય ન મળતાં બહુજન સમાજ પાર્ટીના પ્રભારી પ્રફુલભાઈ વણકર ઉપવાસ પર બેઠા છે.

પ્રફુલ પુંજાભાઈ વણકર
author img

By

Published : Apr 19, 2019, 4:07 AM IST

પ્રાપ્ત વિગતો પ્રમાણે, પ્રફુલ પુંજાભાઈ વણકર હાલમાં પંચમહાલ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીના પ્રભારી તરીકે કાર્યરત છે. થોડા દિવસોથી પ્રફુલભાઈ વણકર તેમના નરસાણા ગામમાં તેમના પરિવારજનો સાથે ઉપવાસ પર બેઠા છે. પ્રફુલ વણકરના પિતા પુંજાભાઈ કોંગ્રેસના કાર્યકર હતા, અને ઇન્દિરા ગાંધીની જે તે સમયે હાર થતા તેમને મોટો આઘાત લાગતા આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ 1989માં પ્રફુલભાઈ કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર તરીકે જોડાયા હતા. તે સમયે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી નોકરી અથવા આર્થિક સહાયની માંગ કરી હતી. પરંતુ કોઈ પણ જગ્યાએ રજૂઆત ન સાંભળવામાં આવતા તેમને 2010માં કોંગ્રેસમાંથી છેડો ફાડી બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા હતા.

બહુજન સમાજ પાર્ટીના પ્રભારી પ્રફુલભાઈ વણકર ઉપવાસ પર બેઠા

પ્રફુલભાઈએ બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા બાદ પણ કોંગ્રેસની સામે પોતાની માગો આજે પણ યથાવત રાખી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આગલા દિવસે શહેરામાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે પ્રફુલભાઈએ મુખ્યપ્રધાનને પણ પત્ર લખ્યો હતો, જેના વળતાં જવાબમાં મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી પ્રફુલભાઈ આત્મવિલોપનનું પગલું ન ભરે તે માટે તંત્રને તકેદારીના પગલાં ભરવાનું પત્રમાં કહેવામાં આવ્યું છે.

હાલ ચૂંટણીના માહોલ વચ્ચે પણ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી કોંગ્રેસની પાસે આર્થિક સહાયની આશા સેવી રહ્યા છે, તે મુદ્દો પંચમહાલના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Intro:પંચમહાલ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીના પ્રભારી પ્રફુલભાઈ વણકર ઉપવાસ પર બેઠા છે. તેમના પિતા પૂજાભાઈ વર્ષો પહેલા કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા. ત્યારે જેતે તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની હાર થતા આઘાત લાગતા પુજાભાઈએ આત્મહત્યાં કરી કરી લીધી હતી. ત્યારબાદ પ્રફુલભાઈ કોંગ્રેસમાં જોડાતા તેમને આર્થિક સહાયની માગણી કરી હતી .પરંતુ તેમને કોઇ સહાય ન મળતાં તેમને કોંગ્રેસ છોડી દીધી હતી. અને 2010માં બહુજન સમાજ પાર્ટી માં જોડાઈ ગયા હતા જોકે આજે સુધી પણ કોંગ્રેસ સામે તેમને પોતાની લડત ચાલુ રાખી છે.

Body:પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના ગામના રહીશ પ્રફુલભાઈ પુંજાભાઈ વણકર હાલમાં પંચમહાલ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીના પ્રભારી તરીકે કાર્યરત છે. પોતે 2017 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવારી પણ નોંધાવી હતી પણ હારી ગયા હતા. પાછલા દિવસો થી પ્રફુલભાઈ વણકર તેમના નરસાણા ગામ માં તેમના પરિવારજનો સાથે ઉપવાસ પર બેઠા છે. પ્રફુલ ભાઈ ના પિતા પુંજાભાઈ કોંગ્રેસના કાર્યકર હતા અને ઇન્દિરા ગાંધીની જે તે સમયે હાર થતા તેમને આઘાત માં આત્મહત્યા કરી હતી

ત્યારબાદ પ્રફુલભાઈ કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર તરીકે 1989થી જોડાયા હતા પોતાની આર્થિક પરિસ્થિતિ હોવાને કારણે જે તે સમયે થી માંડીને આજ સુધી કોંગ્રેસ ના રાજ્ય તેમજ કેન્દ્ર કક્ષાના નેતાઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી નોકરી અથવા તો આર્થિક સહાય ની માંગ કરી હતી. જોકે ત્યારબાદ કોઈ રજૂઆત ન સાંભળવામાં આવતા તેમને 2010ની સાલમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો હતો અને તેઓ બહુજન સમાજ પાર્ટી માં જોડાયા હતા.

Conclusion:એટલુજ નહીં બહુજન સમાજ પાર્ટી માં જોડાયા બાદ પણ તેમને કોંગ્રેસની સામે પણ પોતાની માગો આજે પણ યથાવત રાખી છે. લોકસભાની ચૂંટણીની આગલી ૨૨મી તારીખે શહેરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.આ બાબતે મુખ્યપ્રધાનને પણ પત્ર પ્રફુલ ભાઈએ લખતા તેના વળતાં જવાબ રૂપે તંત્રને કાર્યવાહી કરવાનું કહી અને આત્મ વિલોપન નું પગલું ના ભરે અને તકેદારીના પગલાં ભરવાનું મુખ્યમંત્રી કાર્યાલયથી આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે.

હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે પણ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી કોંગ્રેસની પાસે આર્થિક સહાય ની આશા સેવી રહ્યા છે તે મુદ્દો પંચમહાલના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

bite-પ્રફુલભાઈ વણકર
પંચમહાલ જિલ્લા પ્રભારી.બહુજન સમાજ પાર્ટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.