આ આવેદન પત્ર પ્રમાણે એસોસિયેશને જણાવ્યું હતું કે, મેડિકલ વિભાગમાં થતા હુમલા ડૉક્ટરનું મોરલ ડાઉન કરતા હોય છે. સાથે જ જેની અસર દર્દીની સારવાર પણ જોવા મળી શકે છે. મેડિકલ ક્ષેત્રમાં થતા હુમલાને રોકવા કાયદાઓ મજબુત કરવા જોઈએ અને અને જાગૃતતા લાવવી જોઈએ.
જો કોઈ મેડિકલ ક્ષેત્રના વ્યક્તિ પર હુમલો થાય તો હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ હોવી જોઈએ. હોસ્પિટલના વિસ્તારને સ્પેશિયલ ઝોન તરીકેનો દરજ્જો મળવો જોઈએ.