ETV Bharat / state

ગોધરા ખાતે "એસેસમેન્ટ અને એક્રેડીટેશન" વિષય પર સેમિનાર, જાણીતા પ્રોફેસર અનિલ ગુપ્તા રહ્યા હાજર - અનિલ ગુપ્તા

જીલ્લાના ગોધરા ખાતે આવેલી ગોવિંદગુરુ યુનિવર્સીટી ખાતે NACC કમિટીના સહયોગથી " એસેસમેન્ટ અને એક્રેડીટેશન"વિષય સેમીનારનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએમના ભૂતપુર્વ પ્રોફેસર અનિલ ગૂપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

"એસેસમેન્ટ અને એક્રેડીટેશન" વિષય પર સેમિનાર, જાણીતા પ્રોફેસર અનિલ ગુપ્તા રહ્યા હાજર

author img

By

Published : Feb 24, 2020, 4:53 PM IST

પંચમહાલ : જીલ્લાના ગોધરા ખાતે આવેલી ગોવિંદ ગૂરૂ યુનિર્વસીટી ખાતે સેમીનારોનું આયોજન થતુ રહે છે. યુનિર્વસીટી અને NACC કમિટીના સંયુકત ઉપક્રમે "એસેસમેન્ટ અને એક્રેડીટેશન" વિષય પર એક સેમિનારનું આયોજન કરવામા આવ્યુ હતું.

"એસેસમેન્ટ અને એક્રેડીટેશન" વિષય પર સેમિનાર, જાણીતા પ્રોફેસર અનિલ ગુપ્તા રહ્યા હાજર

આઈઆઈએમના ભૂતપુર્વ પ્રોફેસર અનિલ ગૂપ્તાના હસ્તે સેમિનારના કાર્યક્રમને દિપપ્રાગ્ટય કરીને ખુલ્લો મૂકવામા આવ્યો હતો. આ તકે પ્રોફેસર અનિલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે " ૯૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગોવિંદગૂરૂ યુનિમાં અભ્યાસ કરી રહ્યા છે અને અહી સમાજના જ્ઞાન, સમાજ અને ઉત્કર્ષતાને ઔપચારિક જ્ઞાન વિજ્ઞાન સમજની સાથે જોડવાની કોશિષ થઇ રહી છે. તેમને ઉનાળાના સમયમા યુનિના વિદ્યાર્થીઓ નવુ સંશોધન કૌશલ્ય શોધીને પ્રાપ્ત કરશે તેવી આશા સેવી હતી.

સૃષ્ટિ સંસ્થા વિશે તેઓને જણાવ્યું હતુ કે આ સંસ્થાએ એવા લોકોને શોધ્યા છે કે જેમને કઇક નવુ સંશોધન કર્યુ છે. અમે અલગ જગ્યાએ સંશોધન કરીએ છે અને નવા નવા લોકોને મળવાનું થાય છે. શિક્ષણ કેવુ હોવુ જોઇએ તે અંગે જણાવ્યું હતું કે શિક્ષણ ઉત્કર્ષતા વધારે, તો જીવનમા ઉત્સાહ આવશે, ઉત્સાહ હશે તો ઊર્જા મળશે તો થાકીશુ નહી. તેવી શિક્ષા હોવી જોઈએ.

આ પ્રસંગે યુનિના વીસી પ્રતાપસિંહ ચોહાણ, મિડીયા કન્વિનર અજય સોની, સૌરાષ્ટ્ર યુનિના કોર્મસ વિભાગના ડો.દક્ષાબેન ચૌહાણ, ગુજરાત કોર્મસ કોલેજના જયેન્દ્રસિંહ જાદવ, સૌરાષ્ટ્ર યુનિના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેશ વિભાગના ડો હિતેશ શુકલા સહિત આ યુનિ સંલગ્ન કોલેજના પ્રોફેસરો અને આચાર્યો હાજર રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.