- પંચમહાલ જિલ્લામાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ
- જિલ્લામાં 32 જેટલી જગ્યાએ વેક્સિનેશન કરવામાં આવશે
- કુલ 3200 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેક્સિન અપાશે
- વેક્સિનેશનમાં પોલિસ વિભાગ અને મહેસુલ વિભાગનો કરાયો સમાવેશ
પંચમહાલઃ જિલ્લામાં બીજા તબક્કાના વેક્સિનેશનમાં પોલીસ વિભાગ અને મહેસુલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવમાં આવશે. ગોધરા શહેરના નર્સિંગ કોલેજ ખાતેથી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેકટર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ વેક્સિન મુકાવી હતી.
સરકારી નર્સિંગ કોલેજ ખાતે વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ
સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગોધરા શહેરના સિવિલ લાયન્સ રોડ પર આવેલ સરકારી નર્સિંગ કોલેજ ખાતેથી આ તબક્કાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આમાં પણ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લામાં 3200 ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
32 જેટલા વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન આપવાની કામગીરી કરાઇ
જિલ્લામાં આવેલા અલગ-અલગ 32 જેટલા વેક્સિનેશન કેન્દ્ર પર આ કામગીરી કરાઇ. બીજા તબક્કામાં મહેસુલ વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને કોરોના વેક્સિન આપવામાં આવી. પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા, ગોધરા રેન્જ આઈજી એમ. એસ. ભરાડા અને જિલ્લા પોલીસ વડા સહિત અન્ય અધિકારીઓ દ્વારા વેક્સિનેશન અંતર્ગત વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ લોકોને આ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવી વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.